રોહિત શર્મા શ્રીલંકા સામેની ODI સીરિઝમાં વર્લ્ડ રેકોર્ડ તોડવાની નજીક, જે તોડતા જ રચશે ઇતિહાસ
- ભારતીય ટીમ શ્રીલંકા સામે ત્રણ વનડે મેચ રમવાની છે, સીરિઝની પ્રથમ વનડે મેચ 2 ઓગસ્ટે રમાશે
HD ન્યૂઝ ડેસ્ક, 21 જુલાઇ: રોહિત શર્મા શ્રીલંકા સામેની ODI સીરિઝ (IND vs SL ODI)માં પોતાની છાપ બનાવતો જોવા મળશે. ભારતીય ટીમ શ્રીલંકા સામે ત્રણ વનડે મેચ રમવાની છે. સીરિઝની પ્રથમ વનડે મેચ 2 ઓગસ્ટે રમાશે. ઉલ્લેખનીય છે કે, ભારતે શ્રીલંકા સામે ત્રણ મેચની T-20 સીરીઝ પણ રમવાની છે જેમાં સૂર્યકુમાર યાદવ ભારતની કેપ્ટનશીપ કરશે. જ્યારે, રોહિત ODIમાં ટીમની કમાન સંભાળશે. રોહિત શર્મા પાસે શ્રીલંકા સામેની વનડે શ્રેણીમાં કેપ્ટન તરીકે ઈતિહાસ રચવાની તક રહેશે.
રોહિત શર્મા શ્રીલંકા સામે વર્લ્ડ રેકોર્ડ બનાવશે
હકીકતમાં, જો રોહિત શર્મા તેની બેટિંગ દરમિયાન ત્રણ સિક્સર ફટકારવામાં સફળ થાય છે, તો તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ સિક્સર મારનાર કેપ્ટન/બેટ્સમેન બની જશે. એક કેપ્ટન તરીકે રોહિતે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કુલ 231 સિક્સર ફટકારી છે, જ્યારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કેપ્ટન તરીકે સૌથી વધુ સિક્સર મારવાનો રેકોર્ડ હાલમાં ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન ઈયોન મોર્ગનના નામે છે. ઈયોન મોર્ગને કેપ્ટન તરીકે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કુલ 233 સિક્સર ફટકારી હતી એટલે કે ત્રણ સિક્સર મારતાની સાથે જ રોહિત આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કેપ્ટન તરીકે મોર્ગન દ્વારા બનાવેલો વર્લ્ડ રેકોર્ડ તોડી નાખશે. મહેન્દ્રસિંહ ધોનીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કેપ્ટન તરીકે 211 સિક્સર ફટકારી હતી. રિકી પોન્ટિંગ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કેપ્ટન તરીકે 171 સિક્સર ફટકારવામાં સફળ રહ્યો હતો. ન્યૂઝીલેન્ડના બ્રાન્ડન મેક્કુલમે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કેપ્ટન તરીકે 170 સિક્સર ફટકારી હતી. કેપ્ટન તરીકે કોહલીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કુલ 138 સિક્સર ફટકારવામાં સફળતા મેળવી હતી.
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કેપ્ટન તરીકે સૌથી વધુ છગ્ગા
- ઇયોન મોર્ગન- 233
- રોહિત શર્મા- 231
- ધોની- 211
- રિકી પોન્ટિંગ- 171
- બેન્ડમ મેક્કુલમ- 170
- વિરાટ કોહલી- 138
શ્રીલંકાનો ભારત પ્રવાસ પૂર્ણ શેડ્યૂલ ( ભારતની શ્રીલંકા પ્રવાસ, 2024)
- 27 જુલાઈ: 1લી T20- સાંજે 7:00
- 28 જુલાઈ: 2જી ટી20- સાંજે 7:00
- 30 જુલાઈ: 3જી T20- 7:00 PM
ODI શ્રેણીની શેડ્યૂલ
- 2 ઓગસ્ટ- 1લી ODI- બપોરે 2:30 વાગ્યે
- 4 ઓગસ્ટ – બીજી ODI – બપોરે 2:30 PM
- 7મી ઓગસ્ટ- ત્રીજી ODI- બપોરે 2:30 વાગ્યે
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 20,000 રન પૂરા કરવાથી 923 રન દૂર
આ સિવાય રોહિત શર્મા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 20,000 રન પૂરા કરવાથી 923 રન દૂર છે. આ વર્ષે ભારતે 9 ટેસ્ટ અને 3 વનડે મેચ રમવાની છે. આવી સ્થિતિમાં, આશા છે કે આ વર્ષે રોહિત આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 20,000 રન પૂરા કરશે.
આ પણ જૂઓ: હાર્દિક પંડ્યાએ કેપ્ટનશીપ ગયા બાદ પહેલીવાર આપી પ્રતિક્રિયા, કહ્યું: હું આ બિલકુલ જાણતો ન હતો…