બાંગ્લાદેશ સામે મેચમાં રોહિત શર્મા કરી શકે છે આ ફેરફાર ટીમમાં થઇ શકે છે આ ખેલાડીની એન્ટ્રી
ભારતના સ્ટાર વિકેટ કિપર બેટ્સમેન દિનેશ કાર્તિક દક્ષિણ આફ્રિકા સામેની મેચમાં ઈજાગ્રસ્ત થયો હતો. આવી સ્થિતિમાં હવે બાંગ્લાદેશ સામેની મેચ માટે ભારતીય ટીમની પ્લેઈંગ ઈલેવનમાં મોટા ફેરફાર થઈ શકે છે અને કાર્તિકની જગ્યાએ કોઈ સ્ટાર ખેલાડીને તક મળી શકે છે.
ભારતીય ટીમ 2 નવેમ્બરે T20 વર્લ્ડ કપમાં બાંગ્લાદેશ સામે મેચ રમશે. ટીમ ઈન્ડિયા માટે આ મેચ સંપૂર્ણ રીતે કરો યા મરો જેવી હશે. દક્ષિણ આફ્રિકા સામેની મેચમાં સ્ટાર બેટ્સમેન દિનેશ કાર્તિક ઈજાગ્રસ્ત થયો હતો. આ કારણે જ બાંગ્લાદેશ સામે તેનું રમવું એકદમ શંકાસ્પદ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા બાંગ્લાદેશ સામે મોટો ફેરફાર કરી શકે છે. સાથે જ તે કોઈ સ્ટાર ખેલાડીને ભારતીય ટીમ તક આપી શકે છે.
આ ખેલાડીને તક મળી શકે છે
ભારતીય ટીમને દક્ષિણ આફ્રિકા સામેની મેચમાં 5 વિકેટે હાર મળી હતી. દક્ષિણ આફ્રિકા સામે સ્ટાર વિકેટકીપર બેટ્સમેન દિનેશ કાર્તિકની ઈજાના કારણે રિષભ પંતને બાંગ્લાદેશ સામે તક મળી શકે છે. પંતની વિકેટ કીપિંગ કુશળતા પણ અદભૂત છે. તે એક હાથે સિક્સર મારવા માટે પ્રખ્યાત છે. તેણે ટીમ ઈન્ડિયા માટે ઘણી મેચો પોતાના દમ પર જીતી છે.
હજુ તક મળી નથી
ઋષભ પંતને T20 વર્લ્ડ કપ 2022માં અત્યાર સુધી એક પણ મેચમાં રમવાની તક મળી નથી. કેપ્ટન રોહિત શર્મા અને કોચ રાહુલ દ્રવિડે તેની જગ્યાએ દિનેશ કાર્તિક પર ભરોસો રાખ્યો હતો, પરંતુ કાર્તિક ટીમની અપેક્ષાઓ પર ખરો ઉતર્યો નથી. જ્યારે પણ ભારતીય ટીમ તેની પાસેથી મોટી ઈનિંગની અપેક્ષા રાખે છે. તે ટીમની અપેક્ષા તોડી અધવચ્ચેથી પેવેલિયન તરફ પરત ફરે છે.
T20 વર્લ્ડ કપમાં ફ્લોપ
T20 વર્લ્ડ કપમાં દિનેશ કાર્તિક અત્યાર સુધી બેટથી કોઈ ખાસ કમાલ નથી કરી શક્યો. તેણે પાકિસ્તાન સામે માત્ર 1 રન બનાવ્યો હતો. ત્યારબાદ, તેને નેધરલેન્ડ સામે બેટિંગ કરવાની તક મળી ન હતી. સાઉથ આફ્રિકા સામેની મહત્વની મેચમાં પણ તે 15 બોલમાં 6 રન બનાવીને આઉટ થયો હતો. આ જ મેચમાં તે ઈજાગ્રસ્ત પણ થયો હતો. આવી સ્થિતિમાં બાંગ્લાદેશ સામે ઋષભ પંતનું રમવું એકદમ નિશ્ચિત જણાય છે.
ભારત માટે ત્રણેય ફોર્મેટ
દિનેશ કાર્તિકે ભારતીય ટીમ માટે ત્રણેય ફોર્મેટમાં ક્રિકેટ રમી છે. તેણે ટીમ ઈન્ડિયા માટે 26 ટેસ્ટ મેચમાં 1025 રન બનાવ્યા છે. તેણે 94 વનડેમાં 1752 રન અને 59 ટી20 મેચમાં 679 રન બનાવ્યા છે. વર્ષ 2022માં તેણે ટીમ ઈન્ડિયા માટે 27 T20 મેચ રમી છે. તેણે આઈપીએલમાં વિસ્ફોટક ઈનિંગ્સ રમીને ભારતીય ટીમમાં પોતાનું સ્થાન બનાવ્યું છે.
આ પણ વાંચો: ફેન્સે રૂમમાં ઘૂસીને બનાવ્યો વીડિયો, કોહલી થયો ગુસ્સે, સોશિયલ મીડિયા પર લખી લાંબી પોસ્ટ