ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવર્લ્ડ કપસ્પોર્ટસ

રોહિત શર્માએ ક્રિસ ગેલનો રેકોર્ડ તોડ્યો, બન્યો સિક્સરનો સરતાજ

Text To Speech
  • ક્રિસ ગેલનો રેકોર્ડ તોડિને રોહિત શર્મા વર્લ્ડ કપમાં સૌથી વધુ સિક્સર મારનાર બેટ્સમેન બન્યો.
  • રોહિત શર્માએ ટૂર્નામેન્ટમાં છગ્ગાની અડધી સદી પૂરી કરી.

World Cup 2023: ભારતીય કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma)એ વર્લ્ડ કપમાં સિક્સરની અડધી સદી પૂરી કરી છે. રોહિતે આ રેકોર્ડ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ન્યૂઝીલેન્ડ સામે રમાઈ રહેલી વર્લ્ડ કપ 2023ની સેમીફાઈનલ મેચમાં બનાવ્યો છે. પોતાની 50મી સિક્સર સાથે રોહિત શર્માએ વેસ્ટ ઈન્ડિઝના દિગ્ગજ બેટ્સમેન અને પ્રખ્યાત સિક્સર ફટકારનાર ક્રિસ ગેલનો રેકોર્ડ તોડી નાખ્યો છે. ગેલે ટૂર્નામેન્ટમાં 49 સિક્સર ફટકારી હતી.

હવે ભારતીય કેપ્ટન અને હિટમેન રોહિત શર્માએ ટૂર્નામેન્ટમાં સૌથી વધુ સિક્સનો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. ભારતીય કેપ્ટને ન્યૂઝીલેન્ડ સામેની સેમીફાઈનલમાં 162.07ની સ્ટ્રાઈક રેટથી 29 બોલમાં 47 રન બનાવ્યા, જેમાં 4 ચોગ્ગા અને 4 છગ્ગાનો સમાવેશ થાય છે. આ 4 સિક્સર સાથે રોહિત શર્મા વર્લ્ડ કપમાં 50 સિક્સરનો આંકડો પાર કરીને 51 પર પહોંચી ગયો છે.

ક્રિસ ગેલે 35 મેચની 34 ઇનિંગ્સમાં 49 સિક્સર ફટકારી હતી. જ્યારે રોહિત શર્માએ માત્ર 27 મેચની 27 ઇનિંગ્સમાં 51 સિક્સર ફટકારી છે. રોહિત શર્માએ ક્રિસ ગેલ કરતાં વધુ છગ્ગા ફટકાર્યા અને ક્રિસ ગેલ કરતા ઓછી ઇનિંગ્સ રમી છે. રોહિત શર્મા સિક્સર મારવા ઉપરાંત રન બનાવવાના મામલે પણ ક્રિસ ગેલથી આગળ છે. હિટમેને 27 ઇનિંગ્સમાં 61.12ની એવરેજથી 1528 રન બનાવ્યા છે. જ્યારે ક્રિસ ગેલે 34 ઇનિંગ્સમાં 35.93ની સ્ટ્રાઇક રેટથી 1186 રન બનાવ્યા છે. આ સમયગાળા દરમિયાન રોહિત શર્માએ 6 અડધી સદી ફટકારી છે અને ગેલે માત્ર 2 અડધી સદી ફટકારી છે.

આ પણ વાંચો: વર્લ્ડકપઃ પીચ બદલવાનો BCCI ઉપર “અંગ્રેજ” આક્ષેપ, ભારતની સતત જીત ઈર્ષાનું કારણ બની!

Back to top button