ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલમીડિયાસ્પોર્ટસ

રોહિત શર્મા-કોંગ્રેસ વિવાદઃ શમા મોહમ્મદે કેપ્ટનનું અપમાન કરતી પોસ્ટ ડીલીટ કરવી પડી

HD ન્યુઝ ડેસ્ક :    ભારતીય ક્રિકેટર રોહિત શર્મા પર કોંગ્રેસ પ્રવક્તા શમા મોહમ્મદનું વિવાદિત નિવેદન ચર્ચામાં છે. રોહિત શર્માના બોડી શેમિંગ બાદ ભાજપ કોંગ્રેસ પર આક્રમક બની છે. આવી સ્થિતિમાં શમા મોહમ્મદે પોતાનું ટ્વિટ ડિલીટ કરી દીધું છે.

કોંગ્રેસના પ્રવક્તા પવન ખેડાએ જણાવ્યું હતું કે પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા ડૉ. શમા મોહમ્મદે એક દિગ્ગજ ક્રિકેટર વિશે નિવેદન આપ્યું હતું જે પાર્ટીના સ્ટેન્ડ સાથે મેળ ખાતું નથી. તેને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી તે ટ્વીટ ડિલીટ કરવા માટે કહેવામાં આવ્યું છે અને ભવિષ્યમાં સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે.

ખેડાએ કહ્યું કે કોંગ્રેસ પાર્ટી રમતગમતના ખેલાડીઓના યોગદાનને ખૂબ મહત્ત્વ આપે છે અને તેમની છબીને અસર કરે તેવા કોઈપણ નિવેદનને સમર્થન આપતી નથી.

ઝડપી, સચોટ અને પ્રમાણિત સમાચાર મેળવવા નીચે જણાવેલા અમારા કોઈપણ વૉટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો >>>

https://chat.whatsapp.com/LuLIACK4WTYDPGdlAsSGrD

https://chat.whatsapp.com/FU8bgMOynfgJl4wCoEeiJw

https://chat.whatsapp.com/K2iNelyylPD9ZoDNpMuN9o

આ સમગ્ર મામલે સ્પષ્ટતા આપતા શમા મોહમ્મદે કહ્યું કે આ ખેલાડીની ફિટનેસને લઈને એક સામાન્ય ટ્વીટ છે. તે બોડી શેમિંગ ન હતું. હું માનું છું કે ખેલાડી ફિટ હોવો જોઈએ. મને લાગ્યું કે તેનું વજન થોડું વધારે છે. તેથી મેં તેના વિશે ટ્વિટ કર્યું. જ્યારે હું રોહિત શર્માની તુલના અન્ય કેપ્ટન સાથે કરીશ ત્યારે હું આ કહીશ. મને કહેવાનો અધિકાર છે. આ લોકશાહી છે.

જો કે ભાજપે આ મુદ્દે કોંગ્રેસને ઘેરી લીધી છે. ભાજપના નેતા પ્રદીપ ભંડારીએ આ મામલે કહ્યું કે કોંગ્રેસ પાર્ટી એ સંદેશ આપવા માંગે છે કે જે પણ દેશભક્ત દેશ માટે સારું કરશે તેનો કોંગ્રેસ વિરોધ કરશે. તેમની સમસ્યા એ છે કે ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ દેશ માટે સારું પ્રદર્શન કર્યું છે અને ન્યૂઝીલેન્ડની ટીમને હરાવી છે. તેનાથી કોંગ્રેસની દેશભક્તિ પર સવાલો ઉભા થાય છે. હવે સ્પષ્ટ થઈ ગયું છે કે જેઓ ભારતને સમર્થન આપે છે, દેશભક્ત છે, જેઓ દેશનું ભલું કરે છે, કોંગ્રેસ પાર્ટી તેમનો વિરોધ કરશે. દેશ વિરુદ્ધ બોલનારાઓને કોંગ્રેસ સમર્થન આપશે.

આ પહેલા ભાજપના નેતા રાધિકા ખેડાએ કોંગ્રેસ પ્રવક્તા પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે સોશિયલ મીડિયા પર કોંગ્રેસના નેતાઓ રાહુલ ગાંધી અને જયરામ રમેશને ટેગ કરીને તેમની ઝાટકણી કાઢી હતી.

બીજેપી નેતા રાધિકા ખેડાએ કહ્યું હતું કે કોંગ્રેસના પ્રવક્તા રોહિત શર્માએ બોડી શેમિંગ કરી. આ એ જ કોંગ્રેસ છે, જેણે દાયકાઓ સુધી એથલિટસને અપમાનિત કર્યા, તેમને માન્યતા ન આપી અને હવે ક્રિકેટના દિગ્ગજની મજાક ઉડાવવાની હિંમત કરે છે? એક પક્ષ જે નેપોટિઝમ કરે છે તે સેલ્ફ મેડ ચેમ્પિયનને ઉપદેશ આપે છે?

કોંગ્રેસ પ્રવક્તાએ શું કહ્યું?

કોંગ્રેસના પ્રવક્તા ડૉ. શમા મોહમ્મદે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું, “રોહિત એક ખેલાડી તરીકે જાડો છે. વજન ઘટાડવાની જરૂર છે. અને હા, ભારતનો અત્યાર સુધીનો સૌથી નિરાશાજનક કેપ્ટન.”

આ પણ વાંચો : સ્પેસ સ્ટેશનમાં અવકાશયાત્રી બીમાર પડે ત્યારે શું થાય છે? જાણો કેવી રીતે થાય છે સાજા?

Back to top button