ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા રોહિત શર્માએ મોટી ચેલેન્જ પાસ કરી લીધી, ગાંગુલીને પણ પાછળ રાખી દીધા
![Text To Speech Text To Speech](https://www.humdekhenge.in/wp-content/themes/jannah/assets/images/play.png)
![Rohit Sharma - Hum Dekhenge](https://www.humdekhenge.in/wp-content/uploads/2024/05/Rohit-Sharma.jpg)
નવી દિલ્હી, 13 ફેબ્રુઆરી 2025: ભારતીય ક્રિકેટ ટીમે ઈંગ્લેન્ડને ત્રીજી વન ડે મેચમાં 142 રનોથી હરાવી છે. તેની સાથે જ ટીમ ઈંડિયાએ ત્રણ મેચોની સીરીઝમાં આસાનીથી ક્લીન સ્વીપ કરી લીધું છે. ચેમ્પિયન્સ ટ્રોફીની ઠીક પહેલા ભારતીય ટીમ જબરદસ્ત ફોર્મમાં છે. ટીમ સાથે સાથે કપ્તાન રોહિત શર્માએ પણ આ મોટી ટૂર્નામેન્ટ પહેલા ફોર્મમાં આવી ગયો છે. રોહિત આ સીરીઝમાં ધમાલ મચાવી તો હિટમેને કપ્તાનીમાં પણ મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો.
રોહિત શર્માનો ધમાકો
ઈંગ્લેન્ડ વિરુદ્ધ ત્રીજી વન ડેમાં જીત મળતા જ ટીમ ઈંડિયાના કપ્તાન રોહિત શર્માએ એક રેકોર્ડ મામલામાં સૌરવ ગાંગુલીને પાછળ રાખી દીધા. રોહિતના નામે ભારતીય કપ્તાન તરીકે કૂલ 98 જીત થઈ ચુકી છે અને તે ટીમ ઈંડિયાના સૌથી સફળ કપ્તાનોની યાદીમાં ચોથા નંબરે આવી ગયો છે. રોહિતે આ મામલામાં પૂર્વ કપ્તાન સૌરવ ગાંગુલીને પાછળ રાખી દીધો છે. ગાંગુલીના રાજમાં ટીમ ઈંડિયા 97 મેચ જીતી હતી.
લિસ્ટમાં સૌથી ઉપર ધોની
ભારતના સૌથી સફળ કપ્તાનોમાં ટોપ પર મહેન્દ્ર સિંહ ધોનીનું નામ આવે છે. ટીમ ઈંડિયાના કપ્તાન તરીકે કૂલ 178 મેચ જીતાડી હતી. તો વળી વિરાટ કોહલી આ લિસ્ટમાં બીજા નંબર પર છે, જેની કપ્તાનીમાં ટીમ 104 વાર જીતી છે. આ ઉપરાંત ત્રીજા નંબર પર ભારતીય ટીમના પૂર્વ કપ્તાન મોહમ્મદ અઝહરુદ્દીનનું નામ આવે છે. તેમની કપ્તાનીમાં ટીમ ઈંડિયાએ 98 મેચ જીતી છે.
મેચમાં શું થયું?
ટીમ ઈંડિયાએ ત્રીજી વન ડે મેચમાં 142 રનોથી જીતી છે. આ મેચમાં પહેલા બેટીંગ કરવા ઉતરેલી ટીમ ઈંડિયાએ 356 રનનો સ્કોર બનાવ્યો. આ ઉપરાંત વિરાટ કોહલીએ 52 રનની ઈનિંગ રમી હતી. સૌથી વધારે શુભમન ગિલે 112 રન બનાવ્યા હતા. તો વળી શ્રેયસ અય્યરે 78 રન બનાવ્યા હતા. જવાબમાં ઈંગ્લેન્ડની ટીમ ફક્ત 214 રન જ બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી.
આ પણ વાંચો: કપિલ શર્માની ઓનસ્ક્રિન પત્ની ભૂરીએ ભાંડો ફોડ્યો, કહ્યું- આ શોમાં બધું સ્ક્રિપ્ટેડ હોય છે!