IND vs AUS: ભારત અને ઑસ્ટ્રેલિયા રવિવારે ODI વર્લ્ડ કપ 2023ની ફાઇનલમાં મુકાબલો કરવા માટે તૈયાર છે. ક્રિકેટ વર્લ્ડ કપ 2023ની ફાઇનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે. આ પહેલા, બંને ટીમોના કેપ્ટન – રોહિત શર્મા અને પેટ કમિન્સ – શનિવારે પરંપરાગત રીતે અમદાવાદમાં અડાલજની વાવ પર પ્રી-મેચ ફોટોશૂટ કરાવ્યું હતું.
Two captains. One trophy 🏆
Who will lift the ultimate prize?#CWC23 pic.twitter.com/SjoMaRHpC2
— ICC Cricket World Cup (@cricketworldcup) November 18, 2023
આ ફોટોશૂટ ગાંધીનગર નજીક અડાલજની વાવ પર કરવામાં આવ્યું છે. આ શૂટની તસવીરો અને વીડિયો ઇન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યાં છે. બંને ટીમોના કેપ્ટન ICC વર્લ્ડ કપની ટ્રોફી સાથે પોઝ આપતા જોવા મળ્યા હતા.
📸📸 Finale ready! ⏳
We're less than 24 hours away from the #CWC23 summit clash 🏟️#TeamIndia | #MenInBlue | #Final | #INDvAUS pic.twitter.com/vpd87iSZfG
— BCCI (@BCCI) November 18, 2023
ભારતે બુધવારે ન્યૂઝીલેન્ડ સામે 70 રને વ્યાપક વિજય મેળવ્યા બાદ ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. જ્યારે ઓસ્ટ્રેલિયાએ ગુરુવારે દક્ષિણ આફ્રિકાને હરાવી WC 2023ની ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો. ચાલી રહેલા આ ODI વર્લ્ડ કપમાં, રોહિત શર્માની આગેવાની હેઠળની ભારતીય ટીમે ગયા મહિને ચેન્નાઈમાં ઓસ્ટ્રેલિયાને માત આપી હતી. હવે જોવાનું એ છે કે આવતી કાલની ODI વર્લ્ડ કપની ફાઈનલમાં કોણ તેનો કમાલ બતાવશે.
આ પણ વાંચો : વર્લ્ડકપની ફાઈનલથી એરલાઈન્સને મોટી કમાણી, ભાડામાં થયો ભારે વધારો