IPL-2024T-20 વર્લ્ડ કપવિશેષસ્પોર્ટસ

રોહિત અને આગરકરની ઈચ્છા વિરુદ્ધ ટીમમાં હાર્દિકની પસંદગી માટે એક પરીબળ જવાબદાર

14 મે, મુંબઈ: મુંબઈ ઇન્ડિયન્સના આ વર્ષની IPLમાં નબળા દેખાવ પાછળ હાર્દિક પંડ્યાના આવવાથી ટીમમાં પડી ગયેલા જવાબદાર હોવાનું હવે વધુને વધુ સ્પષ્ટ થઇ રહ્યું છે. એક સમાચાર તો એવા છે કે રોહિત અને આગરકરની ઈચ્છા T20 વર્લ્ડ કપની ટીમમાં હાર્દિક પંડ્યાને મોકલવાની બિલકુલ ન હતી, તેમ છતાં તેને કમને સામેલ કરવો પડ્યો છે.

એક અખબારનો હવાલો આપીને સમાચાર એવા છે કે જ્યારે આવનાર વર્લ્ડ કપ માટે ટીમની પસંદગી થઇ રહી હતી ત્યારે રોહિત અને આગરકરની ઈચ્છા હાલમાં બેટિંગ અને બોલિંગ એમ બંનેમાં અત્યંત ખરાબ ફોર્મમાંથી પસાર થઇ રહેલા હાર્દિક પંડ્યાને પડતો મુકવાની હતી. પરંતુ કોઈ ‘દબાણને’ કારણે તેમને ટીમમાં હાર્દિકને સામેલ કરવો પડ્યો છે.

એવું મનાઈ રહ્યું છે કે રોહિત શર્મા આ ટુર્નામેન્ટ પછી T20 ક્રિકેટને વિદાય આપી દેશે અને ભવિષ્યમાં ભારતની T20 ટીમ પંડ્યાની આગેવાનીમાં જ રમશે. આથી હાર્દિકને વર્લ્ડ કપની ટીમના ફક્ત સામેલ જ ન કરવામાં આવ્યો પરંતુ તેને વાઈસ કેપ્ટન પણ નિયુક્ત કરવામાં આવ્યો છે. પરંતુ ટીમ ઇન્ડિયાની તકલીફ હવે અહિંથી જ શરુ થાય છે.

મુંબઈ ઇન્ડિયન્સના કેપ્ટન તરીકે જ્યારથી હાર્દિક પંડ્યાની નિયુક્તિ થઇ છે ત્યારથી રોહિત અને હાર્દિક એમ ટીમમાં બે ભાગ પડી ગયા છે. હાલમાં જ કોલકાતામાં KKR સામેની મેચના આગલા દિવસે નેટ પ્રેક્ટીસ દરમ્યાન રોહિત શર્મા, તિલક વર્મા, સૂર્ય કુમાર યાદવ વગેરે MIના ખેલાડીઓ સાથે મેદાનના એક છેડે બેસીને વાતચીત કરી રહ્યો હતો.

પરંતુ જ્યારે નેટ્સમાં હાર્દિક પંડ્યાની એન્ટ્રી થઇ કે આ તમામ તેનાથી દૂર જઈને બેસી ગયા. આટલું જ નહીં KKRના બેટિંગ કોચ અભિષેક શર્મા સાથે વાતચીત કરી રહ્યો હોય એવો એક વિડીયો KKRએ સોશિયલ મીડિયામાં અપલોડ કર્યો હતો. આ વિડીયોમાં રોહિતે મુંબઈ ઇન્ડિયન્સમાં બહુ તકલીફો હોવાનું કહ્યું હતું અને આ તેનું છેલ્લું વર્ષ છે એવો સંકેત પણ તેણે આપ્યો હતો.

KKRએ થોડી જ મિનિટો બાદ આ વિડીયો ડીલીટ કરી નાખ્યો હતો, પરંતુ તે ક્રિકેટ ફેન્સ સુધી તો પહોંચી જ ગયો હતો. હવે જો T20 વર્લ્ડ કપ જેવી મહત્વની ટુર્નામેન્ટમાં કેપ્ટન અને વાઈસ કેપ્ટન વચ્ચે જ અણબનાવ હોય તો 2007 પછી પહેલીવાર આ ટીમ કેવી રીતે ટ્રોફીને ઘરે લાવી શકશે એ પ્રશ્ન ભારતના દરેક ક્રિકેટ ફેનના મનમાં જરૂર ચાલી રહ્યો હશે.

Back to top button