ગણેશ મહોત્સવમાં દેખાયો રોહિતને ક્રેઝ, બાપ્પાના હાથે ટ્રોફી લેતો દેખાયો કેપ્ટન
HD ન્યૂઝ, 6 સપ્ટેમ્બર : ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માને ફેન્સ મુંબઈ ચા રાજા કહે છે. 5 સપ્ટેમ્બરથી શરૂ થયેલા ગણપતિ મહોત્સવમાં રોહિત શર્માનો ક્રેઝ જોવા મળ્યો હતો. ટીમ ઈન્ડિયાએ આ વર્ષે T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો, જેની સમગ્ર દેશમાં ઉજવણી કરવામાં આવી હતી. ગણપતિ મહોત્સવમાં પણ ક્રિકેટનો જાદુ જોવા મળ્યો હતો. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં ગણપતિની મૂર્તિની સાથે રોહિત શર્માનું કટઆઉટ બનાવવામાં આવ્યું છે અને T20 વર્લ્ડ કપની ટ્રોફીનું કટઆઉટ પણ છે. જે બસમાં ગણપતિ રાખવામાં આવ્યા છે તે બસને એવી જ રીતે શણગારવામાં આવી છે જેવી રીતે ટીમ ઈન્ડિયા મુંબઈમાં વિક્ટરી પરેડ માટે રવાના થઈ ત્યારે બસને શણગારવામાં આવી હતી.
The iconic Ganpati Bappa welcome🫡”Ganpati Bappa giving world cup trophy to Captain Rohit Sharma”🥹🇮🇳
Thank you Captain for giving this much happiness to everyone @ImRo45 🐐🇮🇳👏 pic.twitter.com/21zqvuQ89y
— 𝐑𝐮𝐬𝐡𝐢𝐢𝐢⁴⁵ (@rushiii_12) September 5, 2024
પૂરું સ્કોરકાર્ડ જૂઓ
આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આમાં એવું લાગી રહ્યું છે કે જાણે ગણપતિ પોતે T20 વર્લ્ડ કપની ટ્રોફી રોહિતને આપી રહ્યા છે. ભારતે 29 જૂને ICC T20 વર્લ્ડ કપ 2024ની ટાઈટલ મેચ જીતી હતી. બાર્બાડોસમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની ફાઈનલ મેચ રમાઈ હતી, જેમાં ભારતનો સાત રને વિજય થયો હતો. એક સમયે એવું લાગતું હતું કે ભારત આ ટાઇટલ જીતી શકશે નહીં, પરંતુ તે પછી હાર્દિક પંડ્યા, જસપ્રિત બુમરાહ અને અર્શદીપે આખી મેચને પલટી કાઢી. આમાં સૂર્યકુમાર યાદવે બાઉન્ડ્રી લાઇન પર લીધેલો આઇકોનિક કેચ પણ સામેલ છે.
ટીમ ઈન્ડિયાએ ICC T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો અને આ પછી વિરાટ કોહલી અને રોહિત શર્મા બંનેએ T20 ઈન્ટરનેશનલમાંથી નિવૃત્તિની જાહેરાત કરી, તેના થોડા દિવસો બાદ રવિન્દ્ર જાડેજાએ પણ T20 ઈન્ટરનેશનલમાંથી નિવૃત્તિની જાહેરાત કરી. 76 રનની યાદગાર ઇનિંગ રમનાર વિરાટ કોહલીને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. જસપ્રીત બુમરાહે ફાઈનલ મેચમાં ચાર ઓવરમાં 18 રન આપીને બે વિકેટ લીધી હતી જ્યારે હાર્દિક પંડ્યાએ ત્રણ ઓવરમાં 20 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી. અર્શદીપ સિંહે ચાર ઓવરમાં 20 રન આપીને બે વિકેટ લીધી હતી.
આ પણ વાંચો : ગુજરાતના આ શહેરની સિવિલમાં અપાતી સરકારની રૂ.500 કરોડની દવાઓ રામભરોસે