કેરળના મંદિરમાં ‘રોબોટિક હાથી’ ધાર્મિક વિધિ કરશે, જાણો શું છે તેની વિશેષતા
હાલમાં સોશિયલ મીડિયા પર કેરળના મંદિરનો એક વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેમા એક વિચિત્ર હાથી જોવા મળી રહ્યો છે. આ હાથીને લઈને વધારે માહીતી જાણવા લોકોમાં ખુબ ઉત્સુકતા છે. ત્યારે અમે તેના વિશે વધારે માહીતી આપને જણાવીશું.
કેરળના મંદિરમાં રોબોટિક હાથીનો ઉપયોગ
દેશ અને દુનિયામાં ટેકનોલોજીનો ઉપયોગ ખુબ વધી ગયો છે. ત્યારે હવે લોકો ધાર્મિક મંદિરોમાં પણ આ હાઈટેક ટેકનોલોજીનો ઉપયોગ થતો જોવા મળી રહ્યો છે. કેરળના ત્રિશૂર જિલ્લામાં આવેલા ઇરિંજાદાપલ્લી શ્રીકૃષ્ણ મંદિર પણ હવે હાઈટેક બનવા તરફ પગલા લઈ રહ્યું છે. કેરળના આ પ્રખ્યાત મંદિરમાં તમામ પ્રકારના ધાર્મિક અનુષ્ઠાનો માટે અસલી હાથીના સ્થાને રોબોટિક હાથીનો ઉપયોગ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
જાણો શું છે આ હાથીની ખાસિયત
આ રોબોટિક હાથી મંદિર સમિતિને પેટા ઇન્ડિયાએ અભિનેત્રી પાર્વતી થિરુવોથુ સાથે મળીને ભેટમાં આપ્યો છે. અને આ મિકેનિકલ હાથીની ઉંચાઈ સાડા દસ ફૂટ છે અને તેનું કુલ વજન 800 કિલોગ્રામ છે. અને તેના પર કુલ ચાર લોકો સવાર થઈ શકે છે. આ હાથીની ખાસ વાત એ છે કે સૂંઢ, મસ્તક, આંખ અને કાન બધું જ ઇલેક્ટ્રિક રીતે સંચાલિત કરી શકાય છે.
கேரளாவில் உள்ள இரிஞ்சாலக்குடை கோயிலில் 10 அடி உயரமும் 800 கிலோ எடையுள்ள ரோபா யானை, பயன்பாட்டுக்கு வந்துள்ளது…#RoboticElephant pic.twitter.com/uU96rgvmyq
— Sridharan K (@reportersridhar) February 27, 2023
પેટા ઇન્ડિયાએ મંદિરને આપી રોબોટ હાથીની ભેટ
ધાર્મિક અનુષ્ઠાનોમાં હાથીઓનું ખૂબ મહત્ત્વ માનવામાં આવે છે તેથી કેરળના ઘણા મંદિરોમાં હાથી દ્વારા ધાર્મિક અનુષ્ઠાનો માટે હાથીનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. પરંતુ કેટલીક વાર આ હાથી ખૂબ ઉગ્ર થઇ જતા હોય છે જેના કારણે લોકોને નુકશાન થવાની ભિતી રહેતી હોય છે. જેના કારણે મંદિર સમિતિએ હવેથી ધાર્મિક અનુષ્ઠાનો માટે હાથીનો ઉપયોગ નહીં કરવાનો નિર્ણય લીધો હતો. જે બાદ પેટા ઇન્ડિયાએ મંદિરને આ રોબોટિક હાથીની ભેટ આપી હતી.
આ પણ વાંચો : જમ્મુ-કાશ્મીરના અવંતીપોરામાં એન્કાઉન્ટર, સુરક્ષા દળોએ એક આતંકવાદીને કર્યો ઠાર