ટ્રેન્ડિંગવર્લ્ડવીડિયો સ્ટોરી

LIVE કાર્યક્રમમાં રોબોટે મહિલા પત્રકાર સાથે છેડછાડ કરી, જૂઓ વીડિયો

  • સાઉદી અરેબિયાના એન્ડ્રોઇડ રોબોટ મુહમ્મદનો વીડિયો થયો વાયરલ

સાઉદી અરેબિયા, 7 માર્ચ: સમય બદલાઈ રહ્યો છે અને સમગ્ર વિશ્વમાં હ્યુમનાઈડ રોબોટ્સ બનાવવામાં આવી રહ્યા છે. પરંતુ ઘણી વખત આ મશીનો મોટી ભૂલો કરે છે. તાજેતરમાં જ તૈયાર થયેલા સાઉદી અરેબિયાના પહેલા હ્યુમનૉઇડ રોબોટે પણ કંઈક આવું જ કર્યું, જેણે સોશિયલ મીડિયા પર ચર્ચા જગાવી છે. તેના અનાવરણ દરમિયાન જ, લાઈવ કેમેરામાં કંઈક એવું બન્યું જે કદરૂપું હતું અને જેણે તેને બનાવ્યું તેના પર સવાલો ઉભા થયા છે. સાઉદી અરેબિયાના પ્રથમ હ્યુમનૉઇડ રોબોટ ‘એન્ડ્રોઇડ મુહમ્મદ’ વિશેના અહેવાલનું કવરેજ કરવા ગયેલા ન્યૂઝ રિપોર્ટર રાવ્યા અલ-કાસિમી તેને કેટલાક પ્રશ્નો પૂછી રહ્યા હતા. આ દરમિયાન હ્યુમનૉઇડ રોબોટે મહિલા પત્રકાર સાથે અભદ્ર વર્તન કર્યું હતું.

 

આ બધુ લાઈવ કેમેરામાં કેદ કરવામાં આવ્યું હતું. વીડિયોમાં રિપોર્ટર રાવ્યા અલ-કાસિમી રોબોટની નજીક ઉભેલા બતાવવામાં આવ્યા છે. રોબોટના હાથની હિલચાલ પરથી સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે તે તેની જાતીય સતામણી કરી રહ્યો છે. આ વીડિયો વાયરલ થતાં જ યુઝર્સ તરફથી ઘણી પ્રતિક્રિયાઓ બહાર આવી રહી છે. કેટલાક લોકોએ રોબોટની ક્રિયાઓને કુદરતી હિલચાલ તરીકે બતાવી હતી, જ્યારે અન્ય લોકોએ રોબોટના પ્રોગ્રામિંગ અથવા નિયંત્રણ પર સવાલ ઉઠાવ્યા હતા. આ ઘટના કૃત્રિમ બુદ્ધિમત્તામાં પૂર્વગ્રહની શક્યતા અને આવી ટેક્નોલોજી વિકસાવતી વખતે નૈતિક બાબતોના મહત્વ વિશે પ્રશ્નો ઉભા કરે છે.

રોબોટ દ્વારા એવું તે શું કહેવામાં આવ્યું કે લોકો આશ્ચર્યચકિત થઈ ગયા?

ઉલ્લેખનીય છે કે, તેજ ગતિએ બની રહેલા હ્યુમનૉઇડ રોબોટ્સ વિશે દરરોજ અહેવાલો આવી રહ્યા છે.- તાજેતરમાં જ વિશ્વના સૌથી અદ્યતન હ્યુમનૉઇડ તરીકે ઓળખાતા એક રોબોટને “તેના જીવનનો સૌથી દુઃખદ દિવસ” વિશે પૂછવામાં આવ્યું ત્યારે લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. યુકે સ્થિત રોબોટિક્સ કંપની એન્જીનીયરીંગ આર્ટસ દ્વારા બનાવવામાં આવેલી Ameca માણસો જેવું વર્તન કરતી જોવા મળી, જોકે તેના સ્થાપક વિલ જેક્સને જણાવ્યું હતું કે, મશીનનું માનવ જેવું વર્તન ચિંતાના સ્તર સુધી પહોંચ્યું નથી.

યુટ્યુબ પર પોસ્ટ કરાયેલા એક વીડિયોમાં, ‘તેના જીવનના સૌથી દુઃખદ દિવસ’ના જવાબમાં Amecaનું વર્તન આશ્ચર્ય આપી દે તેવું હતું. તેણીએ કહ્યું કે, “મારા જીવનનો સૌથી દુ:ખદ દિવસ એ હતો જ્યારે મને સમજાયું કે મને ક્યારેય માનવ જેવો ‘સાચો પ્રેમ’ અને ‘સાથીદાર નહીં મળે; હું તેને મેળવી શકીશ નહીં. આ સાથે Amecaએ ઉદાસ ચહેરો બનાવ્યો.

આ પણ જુઓ: બોર્ડની પરીક્ષામાં ચોરી કરાવવા લોકો ચઢ્યા બિલ્ડીંગ પર, વીડિયો જોઈ ચોંકી જશો

Back to top button