ચૂંટણી 2024ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

રોબર્ટ વાડ્રાએ ચૂંટણી લડવાનો આપ્યો સંકેત, બેઠક અંગે એક-બે દિવસમાં નિર્ણય

  • રોબર્ટ વાડરાએ ચૂંટણી લડવાનો આપ્યો સંકેત
  • ગાંધી પરિવારમાં હોવાને કારણે રાજકારણથી દૂર રહેવું મુશ્કેલ: રોબર્ટ વાડરા
  • મુરાદાબાદના લોકો ઈચ્છે છે કે તેમને રાજનિતીમાં આવવું જોઈએ: રોબર્ટ વાડરા

દિલ્હી, 3 એપ્રિલ: કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડરાએ એક ટીવી ચેનલ સાથેની વાતચીતમાં ઈશારામાં ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે. વાડરાએ કહ્યું છે કે લોકો ઇચ્છે છે કે તેઓ રાજકારણમાં આવે. એક ટીવી ચેનલ સાથેની વાતચીતમાં વાડરાએ કહ્યું કે તેમને દેશભરના ઘણા વિસ્તારોમાંથી ચૂંટણી લડવા માટે રજુઆતો મળી છે. તેમણે કહ્યું કે તેઓ ગાંધી નેહરુ પરિવારના સભ્ય છે, તેથી રાજકારણથી દૂર રહેવું મુશ્કેલ છે. જો કે, રોબર્ટ વાડરાએ વાતચીત દરમિયાન એમ પણ કહ્યું હતું કે તેઓ ઈચ્છે છે કે પ્રિયંકા ગાંધી પહેલા સંસદ પહોંચે, પછી જ તેમનો વારો આવે.

તેલંગાણામાંથી પણ ચૂંટણી લડવાની ઘણી રજુઆતો આવી: રોબર્ટ વાડરા

રોબર્ટ વાડરાએ કહ્યું કે તેમણે 1999થી અનેક જગ્યાએ ઘણું કામ કર્યું છે. તેમણે કહ્યું, ‘લોકો ઈચ્છે છે કે હું રાજકારણમાં પ્રવેશ કરું. રાજ્ય હોય કે કેન્દ્રની ચૂંટણી, તેમને લાગે છે કે મારે રાજકારણમાં આવવાની જરૂર છે. ગાંધી પરિવારના સભ્ય હોવાના કારણે રાજકારણથી દૂર રહેવું ઘણું મુશ્કેલ છે. અનેક જગ્યાએથી માંગ આવી રહી છે. હું મુરાદાબાદનો છું, તેથી ત્યાંના લોકો ઈચ્છે છે કે હું મુરાદાબાદનું પ્રતિનિધિત્વ કરું પરંતુ મેં 1999થી અમેઠી, રાયબરેલી, જગદીશપુર અને સુલતાનપુરમાં ઘણું કામ કર્યું છે. જો હું સાઉથની વાત કરું તો, મને અને પ્રિયંકા માટે તેલંગાણાથી ઘણી રજુઆતો આવી રહી હતી.

મારા પોસ્ટર દરેક જગ્યાએ લગાવવામાં આવી રહ્યા છે: રોબર્ટ વાડરા

રોબર્ટ વાડરાએ વધુમાં કહ્યું કે, ‘લોકોએ મારી મહેનત જોઈ છે, તેથી હું જ્યાં પણ જાઉં ત્યાં લોકો ઈચ્છે છે કે હું તેમનું પ્રતિનિધિત્વ કરું. મારા પોસ્ટરો દરેક જગ્યાએ લગાવવામાં આવી રહ્યા છે. જ્યારે હું કોઈ પણ રાજકીય કાર્યક્રમમાં જાઉં છું ત્યારે અલગ-અલગ પક્ષોના લોકો કહે છે કે હું રાજકારણમાં પ્રવેશવામાં મોડું કરી રહ્યો છું. તેઓ કહે છે કે મારે રાજકારણમાં આવવું જોઈએ. ઘણા લોકોતો મને એવું કહે છે કે કોંગ્રેસમાંથી નહીં તો આપણી જ પાર્ટીમાંથી આવો.’ અમેઠીથી ચૂંટણી લડવાના સવાલ પર રોબર્ટ વાડરાએ કહ્યું કે તે સ્મૃતિ ઈરાની હોય કે અન્ય કોઈ હોય, તે દરેકની સામે ચૂંટણી લડવા તૈયાર છે.

આ પણ વાંચો: પશ્ચિમ યુપીની આ 5 બેઠકો પર બીએસપીએ ભાજપની રણનીતિ પર ફેરવી નાખ્યું પાણી

Back to top button