ટ્રેન્ડિંગનેશનલ

મુરી એક્સપ્રેસ ટ્રેનમાં લૂંટ, મુસાફરો ઘવાયા, લાખો રૂપિયા લૂંટાયા

Text To Speech
  • મુરી એક્સપ્રેસ ટ્રેનમાં ભયાનક લૂંટ, લૂંટ કર્યા પછી લૂંટારુઓએ મુસાફરોને માર માર્યો, આ સાથે મહિલાઓ સાથે ખરાબ વ્યવહાર કર્યો.

ઝારખંડના લાતેહારમાં એક મોટી ટ્રેન લૂંટની ઘટના સામે આવી છે. લૂંટારુઓએ મુસાફરો પાસેથી પૈસા અને સામાન લૂંટી લીધો હતો, આ ઉપરાંત લૂંટારુઓએ લૂંટ કર્યા પછી મુસાફરોને ટ્રેનમાં માર પણ માર્યો હતો.

લાતેહાર અને બરવાડીહ સ્ટેશન વચ્ચે મુરીથી જમ્મુતવી જતી મુરી એક્સપ્રેસ ટ્રેનમાં લૂંટારુઓએ ટ્રેનમાં લૂંટ કરી હતી. લુંટની સાથે લૂંટારાઓએ મુસાફરોને માર પણ માર્યો હતો અને લાખો રૂપિયાની લૂંટ કરી હતી. S9 બોગીમાં બેઠેલી મહિલા મુસાફરો સાથે પણ દુર્વ્યવહાર કરવામાં આવ્યો હતો. આ ઘટના મોડી રાત્રે 12 થી 1 વાગ્યાની વચ્ચે બની હતી.

ટ્રેનમાં ફાયરિંગ

લૂંટ દરમિયાન લૂંટારાઓએ 8 થી 10 રાઉન્ડ ફાયરિંગ પણ કર્યું હતું. લૂંટ બાદ લૂંટારુઓ બરવાડી સ્ટેશન આગળ સાંકળ ખેંચીને ટ્રેનમાંથી નીચે ઉત્તરી ગયા હતા. જ્યારે ટ્રેન ડાલ્ટેનગંજ સ્ટેશન પર પહોંચી ત્યારે મુસાફરોએ હોબાળો મચાવ્યો અને ટ્રેન 2 કલાકથી વધુ સમય સુધી ડાલ્ટેનગંજ સ્ટેશન પર રોકાઈ રહી હતી.

જિલ્લાના મંત્રીને પણ ના છોડયા લૂંટારુઓએ…

વિશ્વ હિંદુ પરિષદના લાતેહાર જિલ્લાના મંત્રી વિકાસ મિત્તલ પાસેથી પણ 17,000 રૂપિયાની લૂંટ થઈ હતી અને તેમને પણ લૂંટારાઓએ માર માર્યો હતો. મિત્તલ પરિવાર સાથે વૈષ્ણોદેવી જઈ રહ્યા હતા. તમામ ઘાયલ મુસાફરોને ડાલતેનગંજ સ્ટેશન પર સારવાર આપવામાં આવી હતી. હાલ રેલવે પોલીસ આ મામલે તપાસ હાથ ધરી છે, ગુનેગારોને પકડવાના પ્રયાસો ચાલુ છે.

આ પણ વાંચો: હરિયાણા કોંગ્રેસ અધ્યક્ષે કરી PM મોદી વિશે અપમાનજનક ટિપ્પણી

Back to top button