મેટ્રિમોનિયલ સાઈટ્સ પરથી અમીર લગ્નવાંચ્છુકોને શિકાર બનાવતી લૂંટેરી દુલ્હન ઝડપાઈ, વાંચો તેના કારનામા


જયપુર, 23 ડિસેમ્બર : મેટ્રિમોનિયલ સાઈટ્સ પરથી અમીર લગ્નવાંચ્છુકોને શિકાર બનાવતી લૂંટેરી દુલ્હન રાજસ્થાનમાંથી ઝડપાઈ ગઈ છે. પૈસાદાર યુવકો સાથે લગ્ન કર્યા બાદ સેટલમેન્ટના નામે લાખો રૂપિયા પડાવતી હતી. પોલીસે એક યુવતીને ઝડપી તેના અન્ય સાગરીતોની શોધખોળ હાથ ધરી છે.
જાણવા મળ્યા મુજબ, રાજસ્થાન પોલીસે કુખ્યાત લૂંટેરી દુલ્હનની ધરપકડ કરી છે. ઝડપાયેલી સીમા અને તેની સાગરીત નિક્કી ઉત્તરાખંડના રહેવાસી છે અને તેઓએ અલગ-અલગ રાજ્યોમાં અમીર છોકરાઓ સાથે લગ્ન કર્યા અને પછી સેટલમેન્ટના નામે પૈસા પડાવી લીધા હતા. અત્યાર સુધી બંને પાસેથી 1.25 કરોડ રૂપિયાની વસૂલાત થઈ છે.
વધુમાં લૂંટેરી દુલ્હનએ ફેબ્રુઆરી 2023માં એક બિઝનેસમેન સાથે લગ્ન કર્યા હતા અને લગ્નના પાંચ મહિના બાદ તે ઘરેથી 36 લાખ રૂપિયાના દાગીના અને રોકડ લઈને ભાગી ગઈ હતી. આ પછી જ્યારે પોલીસે તપાસ શરૂ કરી તો સામે આવ્યું કે તે મેટ્રિમોનિયલ સાઈટ્સ દ્વારા લોકોને પોતાનો શિકાર બનાવતી હતી.
લૂંટેરી દુલ્હન એવા અમીર લોકોને નિશાન બનાવતી હતી જેઓ છૂટાછેડા લીધેલા અને જેમની પત્નીનું અવસાન થયું હતું. લૂંટેરી દુલ્હનએ 2013માં આગ્રાના એક બિઝનેસમેન સાથે લગ્ન કર્યા હતા. થોડા સમય પછી, પરિવાર વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો અને છૂટાછેડાના નામે 75 લાખ રૂપિયા વસૂલ કરવામાં આવ્યા હતા. આ પછી 2017માં તેણે ગુરુગ્રામના એક સોફ્ટવેર એન્જિનિયર સાથે લગ્ન કર્યા અને બાદમાં સેટલમેન્ટના નામે 10 લાખ રૂપિયા લીધા હતા.
આ પણ વાંચો :- કાનુની સલાહ લેવા ગયેલી યુવતી ઉપર વકીલના સાથીનું દુષ્કર્મ, જૂઓ ક્યાંની છે ઘટના