યુપીના જૌનપુરમાં રોડવેઝ બસ અને ટ્રેક્ટર વચ્ચે અથડામણ, 5 શ્રમિકોના મૃત્યુ
- જૌનપુર-પ્રયાગરાજ હાઈવે પર શ્રમિકોથી ભરેલી ટ્રેક્ટર ટ્રોલી રોડવેઝની બસ સાથે અથડાતા પલટી ગઈ
જૌનપુર, 26 ફેબ્રુઆરી: ઉત્તર પ્રદેશના જૌનપુરમાં માર્ગ અકસ્માતમાં પાંચ શ્રમિકોના મૃત્યુ થયા છે. પ્મળતી માહિતી મુજબ, સિકરારા પોલીસ સ્ટેશન વિસ્તારના સમાધગંજમાં રવિવારે મોડી રાત્રે એક ટ્રેક્ટર ટ્રોલી યુપી રોડવેઝની બસ સાથે અથડાઈ હતી. આ અંગે ગ્રામીણના અધિક પોલીસ અધિક્ષકે જણાવ્યું હતું કે, રવિવારે રાત્રે લગભગ 11.15 વાગ્યે, સિકરારા હેઠળના સમાધગંજ બજાર પાસે જૌનપુર-પ્રયાગરાજ હાઈવે પર મકાન બનાવી રહેલા સાત શ્રમિકો એક ટ્રેક્ટર ટ્રોલી પર મુસાફરી કરી રહ્યા હતા, જે પ્રયાગરાજ તરફથી આવતી રોડવેઝની બસ સાથે અથડાઈ હતી. ટ્રોલી અસંતુલિત બનીને પલટી ગઈ હતી.
जौनपुर बिग ब्रेकिंग रोडवेज बस ने ट्रैक्टर को मारी टक्कर हादसे में 6 लोगो की मौत,महिला समेत 1 घायल ट्रैक्टर सवार 5 मजदूर की मौके पर हुई मौत छत की ढलैया कर वापस आ रहे थे मजदूर घायलों को सीएचसी मछलीशहर कराया गया भर्ती, रेफर प्रयागराज से गोरखपुर जा रही थी रोडवेज बस #jaunpur #up pic.twitter.com/XVjFj3bxGV
— Nikhil Tyagi (@NikhilT37865100) February 26, 2024
અકસ્માતમાં બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા
ટ્રેક્ટર ટ્રૉલીમાં મુસાફરી કરી રહેલા પાંચ શ્રમિકોના મૃત્યુ થયા હતા જ્યારે બે ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઇજાગ્રસ્તોને સારવાર માટે CHC માછલીશહેર ખાતે મોકલવામાં આવ્યા હતા. મૃતદેહનો કબજો મેળવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
जौनपुर बिग ब्रेकिंग
रोडवेज बस ने ट्रैक्टर को मारी टक्कर
हादसे में 6 लोगो की मौत,महिला समेत 1 घायल
ट्रैक्टर सवार 5 मजदूर की मौके पर हुई मौत
छत की ढलैया कर वापस आ रहे थे मजदूर
घायलों को सीएचसी मछलीशहर कराया गया भर्ती, रेफर
प्रयागराज से गोरखपुर जा रही थी रोडवेज बस#jaunpur#up pic.twitter.com/ndARKfrdvT— Abhishek Singh (@A_abhi16) February 26, 2024
શ્રમિકો છત બનાવવા માટે ગયા હતા
મળતી માહિતી મુજબ, આ વિસ્તારના અલીશાહપુર ગામના કેટલાક મજૂરો રવિવારે તોહફાપુર ગામમાં છત બનાવવા માટે ગયા હતા. કાસ્ટિંગનું કામ પૂર્ણ થયા બાદ મજૂરો ટ્રેક્ટર પર સવાર થઈને તેમના ગામ પરત જઈ રહ્યા હતા. જેવું ટ્રેક્ટર સમાધગંજ હાઇવે પર પહોંચ્યું ત્યારે પ્રયાગરાજ તરફથી આવી રહેલી બસે ટ્રેક્ટરને પાછળથી ટક્કર મારી હતી. પોલીસે મૃતકોની ઓળખ નીરજ, રાજેશ, સંગ્રામ, ચાઈ, અતુલ અને ગોવિંદ તરીકે કરી છે. તમામ મૃતકો અલીશાપુર અને વીરપાલપુરના રહેવાસી હતા.
આ પણ જુઓ: બિહારના કૈમુરમાં માર્ગ અકસ્માત, 9 લોકોના ઘટનાસ્થળે જ મૃત્યુ