અમદાવાદ, 21 ફેબ્રુઆરી 2024, વડાપ્રધાન મોદી આવતીકાલે 22 ફેબ્રુઆરીએ ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે. તેમના આગમનની તૈયારીઓના ભાગરૂપે અમદાવાદ શહેર પોલીસે જાહેરનામું બહાર પાડ્યું છે. પોલીસે શહેરીજનોને માહિતી આપી છે કે, સવારે 6 વાગ્યાથી બપોરે 3 વાગ્યા સુધી જનપથ ટીથી લઈને મોટેરા સ્ટેડિયમના મુખ્ય ગેટ સુધીનો રસ્તો બંધ રહેશે. જ્યારે તપોવન સર્કલથી ONGC 4 રસ્તાથી વિસત ટીથી જનપથ ટી થઈ પાવર હાઉસ 4 રસ્તા થઈ પ્રબોઘ રાવળ સર્કલ સુધીના માર્ગ પર અવરજવર કરી શકાશે. તે ઉપરાંત કૃપા રેસીડેન્સી ટી થઈ શરણ સ્ટેટસ ચાર રસ્તા થઈ ભાટ કોટેશ્વર રોડ થઈ એપોલો સર્કલ તરફ અવરજવર કરી શકાશે.
શહેર પોલીસ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું
22મીએ વડાપ્રધાન મોદી અમદાવાદ આવવાના હોવાથી શહેર પોલીસ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામા પ્રમાણે સવારે 6 વાગ્યાથી બપોરે 3 વાગ્યા સુધી નરેન્દ્ર મોદી સ્ટેડિયમ જવાનો રસ્તો બંધ રહેશે. જનપથ ટીથી લઈને મોટેરા સ્ટેડિયમના મુખ્ય ગેટ સુધી રસ્તો બંધ રાખવામાં આવશે. ગુજરાત પ્રવાસ દરમિયાન, પીએમ મોદી નવસારી ખાતે મિત્રા એપરેલ પાર્કનું ખાતમુહૂર્ત કરશે.વડાપ્રધાન વર્ચ્યુઅલ માધ્યમથી સુરત મનપાને વિકાસની ભેટ આપશે.
પીએમ મોદી 1130 કરોડના 14 વિકાસના કામોનું લોકાર્પણ કરશે
ગુજરાત પ્રવાસ દરમિયાન પીએમ મોદી 1130 કરોડના 14 વિકાસના કામોનું લોકાર્પણ કરશે. 2112 કરોડના 35 કામોનું વર્ચ્યુઅલી ખાતમુહૂર્ત કરશે. વડાપ્રધાન મોદી નવસારી બાદ કાકરાપાર જઈ શકે છે. કાકરાપાર ખાતે બનેલા 700-700 મેગાવોટના બે પ્લાન્ટ દેશને સમર્પિત કરશે. PM દક્ષિણ ગુજરાતમાં નવસારી અને તાપી જિલ્લાની મુલાકાત લઈ શકે છે.
આ પણ વાંચોઃPM મોદી આવતીકાલે ગુજરાતની મુલાકાતે આવશે, 3 જિલ્લાઓના કાર્યક્રમમાં રહેશે ઉપસ્થિત