ગુજરાતટોપ ન્યૂઝ

અમદાવાદના આ રસ્તાઓ બુલેટ ટ્રેન, મેટ્રોરેલ કામના કારણે બંધ

Text To Speech
  • વેજલપુરથી આનંદનગરનો રસ્તો મોટા વાહનો માટે બંધ
  • પોલીસ દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે
  • મોટેરા સ્ટેડિયમથી મોટેરા ગામ તરફ્ જવાનો રસ્તો બંધ

અમદાવાદ શહેરમાં બુલેટ ટ્રેન, મેટ્રોરેલના કામના કારણે રસ્તા બંધ રહેશે. શહેરમાં જુદી જુદી જગ્યાઓ પર બુલેટ ટ્રેન, મેટ્રોરેલ અને એએમસીનું કામ ચાલતુ હોવાથી રસ્તાઓ બંધ અને ટૂંકા કરવા માટે ટ્રાફિક પોલીસ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યુ છે. ત્યારે પોલીસ દ્વારા વૈકલ્પિક રસ્તાની વ્યવસ્થા કરવામાં આવી છે. આવા અનેક રસ્તા બંધ કર્યા હોવાથી ત્યાં આગળ  ટ્રાફિક જામ ન થાય તે માટે પોલીસ દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે.

મોટેરા સ્ટેડિયમથી મોટેરા ગામ તરફ્ જવાનો રસ્તો બંધ

મોટેરા પાસે મેટ્રોરેલ પ્રોજેક્ટનું કામ ચાલતું હોવાથી મોટેરા સ્ટેડિયમથી મોટેરા ગામ તરફ્ જવાનો રસ્તો બંધ રહેશે. તેમજ એસ મોલથી મોટેરા ગામ તરફનો રસ્તો પણ બે વર્ષ માટે બંધ રહેશે. ત્યારે વેજલપુરથી આનંદનગરને જોડતો રસ્તો પણ મોટા વાહનો બે વર્ષ માટે બંધ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત મુંબઇ-અમદાવાદ હાઇસ્પીડ રેલ પ્રોજેક્ટનું પણ શહેરના વિસ્તારમાં કામ ચાલતું હોવાથી મણિનગર રેલ્વે ક્રોસિંગથી અંડરપાસ સુધીનો રસ્તો અડધો રસ્તો બંધ રહેશે.

મણિનગર રેલવે સ્ટેશનથી રેલવે ક્રોસિંગ સુધીનો રસ્તો બંધ

જ્યારે બુલેટટ્રેનને લઇને મણિનગર રેલવે સ્ટેશનથી રેલવે ક્રોસિંગ સુધીનો રસ્તો બંધ રહેશે આ રસ્તેથી પસાર થતા વાહનોએ વૈકલ્પિક માર્ગ પેટે બીઆરટીએસ રૂટ પરથી અવરજવર કરી શકશે. જ્યારે ટ્રાફિક જામ ન થાય તે માટે પોલીસદ્વારા તૈયારીઓ કરી દેવામાં આવી છે.

Back to top button