કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતચૂંટણી 2022

ગુજરાતમાં ધંધાની જીવાદોરી બને એવાં માર્ગોનું નિર્માણ થઈ રહ્યુ છે : કેબિનેટ મંત્રી પૂર્ણેશભાઈ મોદી

Text To Speech

રાજ્ય સરકારના વિકાસ કાર્યક્રમોની શ્રૃંખલાઓના લોકાર્પણ અને ખાતમહૂર્ત હેતુથી કેબિનેટ મંત્રી પુર્ણેશભાઈ મોદી સૌરાષ્ટ્રના પ્રવાસે છે. આ પ્રવાસ દરમિયાન આજે મંગળવારના રોજ અમરેલી જિલ્લાના પ્રવાસે આવ્યા હતા. મંત્રી પુર્ણેશભાઈ મોદીએ અમરેલી જિલ્લાના બગસરા અને કુંકાવાવ મુકામે અમરેલી જિલ્લામાં ૩૪.૫૦ કરોડના ખર્ચે વાઇડનીંગ અને સ્ટ્રેન્થનીંગ-રિ-સરફેસીંગના ૦૪ કામોનું બગસરાના અટલ પાર્ક ખાતેથી ખાતમુહૂર્ત કર્યુ હતું. તેઓએ મંગળવારે બગસરાના જેઠીયાવદર-જામકા-શીલાણા-હાલરીયા રોડના વાઇડનીંગ અને સ્ટ્રેન્થનીંગ, જાળીયા-કેરાળા-ખીજડીયા- હડાળા રોડના વાઇડનીંગ અને સ્ટ્રેન્થનીંગ, રાજુલા અને જાફરાબાદ તાલુકાના કા રોહિસા-ભાડા-ટીમ્બી રોડ ૧૭ કિ.મી. વાવેરા-બર્બટાણા-બાબરીયાધાર રોડ ૧૨ કિ.મી.નું રિ-સરફેસીંગ કામોનું ઈ-ખાતમુહૂર્ત કર્યુ હતું.

Cabinet Minister Purnesh Modi
Cabinet Minister Purnesh Modi

નાગરિકો એક છેડેથી બીજા છેડે ૦૬થી ૦૮ કલાકમાં પહોંચી શકે એવાં માર્ગોનું નિર્માણ કરવાનો સંકલ્પ

મંત્રી પુર્ણેશભાઈ મોદીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગુજરાતમાં થઈ રહેલાં વિકાસની વાત કરતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં માર્ગ મકાન વિભાગ દ્વારા નાગરિકોની સુખાકારી અને વ્યવસાય-વેપાર-ઉદ્યોગોને વેગ મળે તે માટે સ્ટેટ-પંચાયત-નેશનલ માર્ગોનું મરામત-વાઇડનીંગ-રિ-સરફેસીંગ કામ પુરજોશમાં કરવામાં આવ્યું છે. ગુજરાતના નાગરિકો એક છેડેથી બીજા છેડે ૦૬થી ૦૮ કલાકમાં પહોંચી શકે એવાં માર્ગોનું નિર્માણ કરવાનો સંકલ્પ લઈને કાર્યરત સરકારના વિવિધ વિકાસ કાર્યોની તેમણે માહિતી આપી હતી. પૂર્ણેશ ભાઈ મોદીએ વધુમાં જણાવ્યું કે, લોકલાડીલા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં માર્ગ-મકાન વિભાગ દ્વારા અગાઉથી આયોજન કરવામાં આવેલા અને આયોજન ન કર્યુ હોય તેવાં પંચાયત-સ્ટેટ-નેશનલ માર્ગોના વાઇડનીંગ, નવા માર્ગો બાંધવાના કુલ ૧૨,૨૦૦ કરોડના કામોનું મે મહિનાથી ઓક્ટોબર દરમિયાન લોકાર્પણ, ખાતમુહૂર્ત થઈ રહ્યુ છે. આ કડીના ભાગરૂપે આજે અમરેલી જિલ્લામાં ૩૪.૫૦ કરોડના ખર્ચે વાઇડનીંગ અને સ્ટ્રેન્થનીંગ-રિ-સરફેસીંગના ૦૪ કામોનું બગસરાથી ખાતમુહૂર્ત થઈ રહ્યુ છે.

Cabinet Minister Purnesh Modi
Cabinet Minister Purnesh Modi

૧૬૦૦ કી.મી. દરિયા કાંઠા વિસ્તારમાં ૨૫૦૦ કરોડના ખર્ચે ૧૮૪૫ કી.મી.નો કોસ્ટલ હાઇવેનું નિર્માણ

ગુજરાતમાં કચ્છથી દાહોદ-એમ.પી. બોર્ડર સુધી, બનાસકાંઠાથી મહારાષ્ટ્ર બોર્ડર સુધી, સૌરાષ્ટ્રથી અંબાજી- આબુ રોડ સુધી જવા માટે પ્રગતિ પંથ રસ્તા તૈયાર થઈ રહ્યા છે. રાજ્યમાં જે માર્ગો ૦૪ લેન છે તે ૦૬ અને ૦૬ લેન માર્ગો છે તેને ૦૮ લેન માર્ગ બનાવવાનું કાર્ય પુરજોશમાં ચાલી રહ્યુ છે. કેબિનેટ મંત્રી પુર્ણેશભાઈ મોદીએ ગુજરાતના ફાસ્ટ ટ્રેક વિકાસને વેગ આપતા પ્રોજેક્ટ વિશે માહિતી આપતા ઉમેર્યુ કે, રાજ્યના ૧૬૦૦ કી.મી. દરિયા કાંઠા વિસ્તારમાં ૨૫૦૦ કરોડના ખર્ચે ૧૮૪૫ કી.મી.નો કોસ્ટલ હાઇવે નિર્માણ પામી રહ્યો છે. આ માર્ગ રાજ્યના ૧૫ જિલ્લામાંથી પસાર થશે. શિવરાજપુર બીચથી લઈને સુવાળી, ઉભરાટ, ડુમસ, તીથલ સુધી અને માંડવીથી લઈને અહેમદપુર માંડવી સુધી આ હાઇવેના કારણે રાજ્યના પ્રવાસનને ખૂબ વેગ મળશે. પ્રવાસન ઉપરાંત માછીમારો માટે પણ આ હાઇવે વ્યાવસાયિક રીતે ફાયદો કરાવશે. આ હાઇવેના કારણે સુરતથી સૌરાષ્ટ્ર આવનજાવન માટેનું અંતર ઓછું થશે.  આ ઉપરાંત વાસદ તારાપુર-બગોદરા વચ્ચે નિર્માણ પામેલા માર્ગના કારણે સૌરાષ્ટ્રથી દક્ષિણ-મધ્ય ગુજરાત અને મધ્ય ગુજરાત આવનજાવનને વેગ મળ્યો છે. વરસાદના કારણે રાજ્યમાં થયેલા માર્ગોના ધોવાણ બાદ તેની કામગીરી પૂરજોશમાં કાર્યરત છે.

Back to top button