ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

મેક્સિકોમાં મોટી દુર્ઘટના: બસ દુર્ઘટનામાં 41 લોકોના મૃત્યુ, બસમાં સવાર હતા 44 લોકો

Text To Speech

9 ફેબ્રુઆરી 2025: દક્ષિણ મેક્સિકોમાં મોટી દુર્ઘટના થઈ ગઈ છે. જ્યાં એક દુ:ખદ બસ દુર્ઘટનામાં 3 ડઝનથી વધારે લોકોના મૃત્યુ થયા છે. શરુઆતી રિપોર્ટમાં દુર્ઘટનામાં જીવ ગુમાવનારા લોકોની સંખ્યા 41ની નજીક છે. આ રોડ અકસ્માતમાં કેટલાય લોકો ગંભીર રીતે ઘાયલ પણ થયા છે.

ઘટનાસ્થળે પહોંચ્યા સ્થાનિક અધિકારી

દુર્ઘટનાની જાણકારી આપતા તાબાસ્કોના કોમલકાલ્કોના મેયર ઓવેડિયો પેરાલ્ટાએ કહ્યું કે, અમે જરુરી મદદ પહોંચાડવા માટે સ્થઆનિક અધિકારીઓને ઘટનાસ્થળે મોકલી રહ્યા છીએ. ઈમરજન્સી સર્વિસ આપવામાં આવી છે. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કર્યા છે.

બસમાં બેઠા હતા 44 લોકો

બસ ઓપરેટર ટૂર્સ અકોસ્ટાએ જણાવ્યું કે, ઘટનાના સમયે વાહનમાં લગભગ 44 યાત્રી બેઠા હતા. કંપનીના ફેસબુક પસોટ્માં ઘટના પર ઊંડા દુ:ખની લાગણી વ્યક્ત કરી છે, અને કહ્યું કે, બસ ગતિ મર્યાદામાં ચાલી રહી હતી અને દુર્ઘટનાનું કારણ જાણવાની અધિકારીઓ કોશિશ કરી રહ્યા છે.

આ પણ વાંચો: મોટા સમાચાર: આ દેશમાં આવ્યો 7.6ની તિવ્રતાનો ભૂકંપ, ભયંકર સુનામીની ચેતવણી

Back to top button