બાયડમાં ગમખ્વાર અકસ્માત, ટ્રકે બાઇકને ટક્કર મારતા બે બાળકો સહિત 4ના મોત


અરવલ્લી જિલ્લાના બાયડમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આજે વહેલી સવારે એક CNG ગેસ સપ્લાય કરતા ટ્રકે બાઈકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. જેમાં 2 બાળકો સહિત દંપતીનું મોત નિપજ્યું હતું.
બાયડમાં ગંભીર અકસ્માત
અરવલ્લી જિલ્લાના બાયડ શહેરમાં આજે વહેલી સવારે ગમખ્વાર અકસ્માતની ઘટના બની હતી. જેમાં CNG ટ્રકે બાઈકને અડફેટે લેતા બાઈક પર બેઠેલા દંપતી અને બે બાળકોના કરૂણ મોત નિપજ્યા છે. ઘટનાને પગલે લોકોના ટોળા સ્થળે ઉમટ્યા હતા. અને આ અંગે પોલીસને જાણ કરાતા પોલીસ સ્થળ પર દોડી આવી હતી.
અકસ્માતમાં બે બાળકો સહિત દંપતિનું મોત
પ્રાપ્ત જાણકારી મુજબ આજે વહેલી સવારે CNG સપ્લાય કરતા એક ટ્રકે બાઈકને અડફેટે લેતા ગંભીર અકસ્માત થયો હતો. અકસ્માતની આ ઘટના ગાબટ રોડ પર બની હતી. આ ગંભીર અકસ્માતમાં બાઈક સવાર બાળકો સહિત દંપતીનું મોત નિપજ્યું હોવાનુ જાણવા મળી રહ્યું છે. આ ગંભીર અકસ્માતમાં એક જ પરિવારના ચાર સભ્યોના મોત થતા પરિવારનો માળો વિખેરાઈ ગયો હતો.
ટ્રક ચાલકે કાબુ ગૂમાવતા અકસ્માત
આ અકસ્માતને પગલે આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા. અને આ અંગે પોલીસને જાણ કરાતા પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. અને આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી. આ ઘટના અંગે પ્રાપ્ત વિગતો મુજબ ગાબટ રોડ પર પતિ-પત્નિ અને બાળકો બાઈક પર જઈ રહ્યા હતા આ દરમિયાન દરમિયાન ટ્રક ચાલકે અચાનક સ્ટીયરીંગ પરથી કાબૂ ગુમાવતા બાઈક સાથે અકસ્માત થયો હતો.
આ પણ વાંચો : આવતી કાલે સુરત આવશે રાહુલ ગાંધી, માનહાનિ કેસના ચુકાદાને પડકારશે