ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

બિહારના કૈમુરમાં માર્ગ અકસ્માત, 9 લોકોના ઘટનાસ્થળે જ મૃત્યુ

Text To Speech
  • બાઇકને ઠોકરે લઈને પૂરપાટ ઝડપે આવી રહેલી કાર બીજી લેનમાં સામેથી આવતી ટ્રક સાથે અથડાઈ

કૈમુર, 26 ફેબ્રુઆરી:  બિહારના કૈમુર જિલ્લાના મોહનિયા પોલીસ સ્ટેશન વિસ્તારના દેવકાલી પાસે એક પૂર ઝડપે આવી રહેલી સ્કોર્પિયો બાઇકને ઠોકરે લઈને બીજી લેનમાં સામેથી આવતી ટ્રક સાથે અથડાઈ ગઈ હતી. જેમાં સ્કોર્પિયોમાં સવાર બે મહિલાઓ સહિત કુલ 8 લોકોના મૃત્યુ થયા છે અને બાઇક સવાર એક વ્યક્તિનું પણ મૃત્યુ થયું છે. પોલીસે કારમાંથી તમામ મૃતદેહોને બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધા છે. સદર હોસ્પિટલ ભભુઆ કે જ્યાં કૈમુરના ડીએમ સાવન કુમાર અને એસપી લલિત મોહન શર્મા પોસ્ટમોર્ટમ કરાવવામાં અને પરિવારના સભ્યોને જાણ કરવામાં વ્યસ્ત છે. મૃતકોમાં પ્રખ્યાત ગાયક છોટુ પાંડે પણ સામેલ છે જે બક્સર જિલ્લાના ઇટાધી પોલીસ સ્ટેશન વિસ્તારના દેવરિયા ગામનો રહેવાસી હતો. આ ઘટના બાદ NH 2 પર ભારે જામ થઈ ગયો હતો.

 

જિલ્લા મેજિસ્ટ્રેટ ઘટના અંગે શું જણાવ્યું ?

માહિતી આપતા કૈમુરના જિલ્લા મેજિસ્ટ્રેટ સાવન કુમારે જણાવ્યું હતું કે, દેવકાલી નજીક એક સ્કોર્પિયો બાઇકને ઠોકર મારીને એક ટ્રક સાથે અથડાઈ હતી, જેમાં બાઇક સવાર સહિત કુલ 9 લોકોના મૃત્યુ થયા હતા. જેમાં કાર માલિક અને બે મહિલાઓ પણ મૃતકોમાં હોવાનું કહેવાય છે. તમામ મૃતદેહોને પોસ્ટ મોર્ટમ હાઉસ ભભુઆમાં મોકલી દેવામાં આવ્યા છે. મૃતકોમાં કાનપુરના રહેવાસી સિમરન શ્રીવાસ્તવ અને સત્ય પ્રકાશ મિશ્રાનો સમાવેશ થાય છે, જ્યારે બનારસના આંચલ તિવારી અને બક્સર જિલ્લાના ગમહરિયાના કાર માલિક સત્ય પ્રકાશ રાય અને બક્સરના છોટુ પાંડે મૃતક હોવાનું કહેવાય છે. પરિવારજનોને જાણ કરવામાં આવી છે. પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહ સ્વજનોને સોંપવામાં આવશે.

DSP ઘટના વિશે માહિતી આપતા શું કહ્યું?

મોહનિયાના DSP દિલીપ કુમારે જણાવ્યું હતું કે, કુલ 8 લોકો સ્કોર્પિયોમાં સાસારામથી વારાણસી તરફ જઈ રહ્યા હતા. ત્યારબાદ મોહનિયા પોલીસ સ્ટેશન વિસ્તારના NH 2 પર દેવકાલી નજીક, સ્કોર્પિયોએ બાઇક સવારને ટક્કર મારી અને ડિવાઇડર ઓળંગીને બીજી લેનમાં સામેથી આવી રહેલી ટ્રક સાથે અથડાઇ ગઈ હતી. જેથી ભયાનક રોડ અકસ્માત સર્જાયો હતો.

આ પણ જુઓ: INLDના હરિયાણા પ્રમુખ નફે સિંહ રાઠીની ગોળી મારી હત્યા, 40-50 રાઉન્ડ ફાયર કર્યા

Back to top button