ગુજરાતટોપ ન્યૂઝ

લીંબડી – અમદાવાદ હાઈવે પર ગમખ્વાર અકસ્માત, 3 લોકોના મોત, 1 ઈજાગ્રસ્ત

Text To Speech

ગુજરાતમાં અકસ્માતોની ઘટનામાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. બેફામ ઝડપ અને બેજવાબદારીભર્યા ડ્રાઈવિંગના પગલે અકસ્માતો સર્જાય છે. જેમાં દરરોજ અનેક લોકો જીવ ગુમાવે છે. ત્યારે વધુ એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં ત્રણ લોકોના મોત થયા છે જ્યારે એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો છે. મળતી માહિતી મુજબ લીંબડી-અમદાવાદ હાઇવે પર કાનપરા પાટીયા પાસે રાત્રે અકસ્માત સર્જાયો છે. જેમાં એક ટેમ્પ ટ્રાવેલર એક ડમ્પર પાછળ ઘૂસી ગયું હતું.

આ બનાવમાં ત્રણ વ્યક્તિના ઘટનાસ્થળે જ મોત થયા છે. જ્યારે એક વ્યક્તિને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ મામલે પોલીસે ઘટનાસ્થળે પહોંચીને વધારે તપાસ હાથ ધરી છે. અકસ્માત અંગેની જે તસવીરો સામે આવી છે તે ખરેખર ડરાવનારી છે. ટેમ્પો ટ્રાવેલરમાં સવાર ત્રણેય વ્યક્તિનાં સીટ પર જ મોત નીપજ્યા હતા. બીજી તરફ ટેમ્પો ટ્રાવેલરના આગળના ભાગનો ભુક્કો બોલી ગયો હતો. આ ગંભીર અકસ્માતના પગલે અરેરાટી ફેલાઈ જવા પામી હતી.

આ પણ વાંચો : પાક રક્ષણ માટે સોલાર ફેન્સીંગ બનાવવા સહાય અપાશે : રાજ્ય સરકારની જાહેરાત

Back to top button