વિશેષ

રાજકોટમાં ઋતુજન્ય રોગચાળાએ માથુ ઊંચક્યું, શહેરમાં એક અઠવાડિયામાં શરદી-ઉધરસના 199, ઝાડા-ઊલટીના 101 અને તાવના 81 કેસ નોંધાયા

Text To Speech

રાજકોટ મનપાએ 23થી 29મે સુધીના ઋતુજન્ય રોગચાળાના સત્તાવાર આંકડા જાહેર કર્યા છે. આ એક અઠવાડિયાના સમયગાળામાં શહેરની અંદર શરદી-ઉધરસના 199, સામાન્ય તાવના 81, ઝાડા-ઊલટીના 101, ટાઈફોડ તાવના 5 અને કમળાના 6 કેસ નોંધાયા હતા. બીજી તરફ મચ્છરજન્ય રોગચાળાની વાત કરવામાં આવે તો ચાલુ વર્ષમાં ડેન્ગ્યુના 9, મેલેરિયાના 6 અને ચિકનગુનિયાના 4 કેસ નોંધાયા છે.

મચ્છરનું જીવનચક્ર ટુંકુ હોય છે અને પુનઃ ઉત્પત્તિ ઝડપી હોવાથી તેનો ફેલાવો થોડા સમયમાં ખૂબ ઝડપથી થાય છે. ખાસ કરીને શહેરી વિસ્તારોમાં લોકોમાં સાફસફાઈના અભાવ, પોતાના સ્‍વાસ્‍થય પ્રત્‍યે બેદરકારી અને માનવીય બેદરકારીથી સહેલાઈથી મચ્છરને પ્રજનન માટે મળી રહેતા ચોખ્‍ખા પાણીના પાત્રોને કારણે મચ્‍છરની ઉત્‍૫તિ ઘણી વધી જાય છે. રાજકોટ મહાનગર પાલિકાના આરોગ્ય તંત્ર દ્વારા ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકુનગુનિયા વગેરે જેવા રોગોને નિયંત્રિત કરવા માટે સતત પ્રયાસો થઈ રહ્યા છે. આ રોગો માનવીની જીવનશૈલી સાથે સીધા સંકળાયેલા હોવાથી તેમાં લોકોનો સહકાર અત્યંત આવશ્યક છે. આ રોગચાળા દ્વારા ઉભા થતા જાહેર આરોગ્ય પડકારને પહોચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ સ્તરે ઘનિષ્ઠ પ્રયાસો કરી રહ્યા છે. વાહકનિયંત્રણની કામગીરી હેઠળ તા.૨૩/૫/૨૦૨૨ થી તા.૨૯/૫/૨૦૨૨ દરમ્યાન પોરાનાશક કામગીરી હેઠળ ૧૮,૨૯૭ ઘરોમાં પોરાનાશક કામગીરી કરેલ છે. તથા ૧૫૬ ઘરોમાં ફોગીંગ કામગીરી કરેલ છે.

Back to top button