બિહારના મોકામામાં RJD તો યુપીના ગોપાલગંજ બેઠક પર ભાજપનો ડંકો
બિહારની મોકામા બેઠક પર આરજેડીએ જીત મેળવી છે જ્યારે ગોપાલગંજ અને યૂપીની ગોલા ગોકર્ણનાથ બેઠક પર ભાજપે જીત મેળવી છે.
મહારાષ્ટ્રની અંધેરી ઇસ્ટ, તેલંગાણાની મુનુગોડે, ઓરિસ્સાની ધામનગર અને હરિયાણાની આદમપુર વિધાનસભા બેઠક પર કાઉન્ટિંગ ચાલી રહી છે. આ બેઠક પરગુરૂવારે મતદાન થયુ હતુ. આ 7 બેઠકમાં 3 પર ભાજપ, 2 પર કોંગ્રેસ અને એક-એક બેઠક પર આરજેડી અને ઉદ્ધવ ઠાકરે જૂથની પાર્ટીનો કબજો હતો.
ધામનગર બેઠક પર ભાજપને લીડ
ઓરિસ્સાની ધામનગર બેઠક પર 8 રાઉન્ડની કાઉન્ટિંગ પુરી થઇ ગઇ છે. અત્યાર સુધી પરિણામમાં ભાજપ 6 હજાર મતથી આગળ ચાલી રહી છે.
મુનુગોડેમાં TRS આગળ
તેલંગાણાની મુનુગોડેમાં ટીઆરએસ ઉમેદવાર પ્રભાકર રેડ્ડી આગળ ચાલી રહ્યો છે બીજી તરફ ભાજપ સાંસદના લક્ષ્મણે કહ્યુ કે ટીઆરએસે મતગણતરી માટે પણ ષડયંત્ર રચ્યુ હતુ. જ્યારે ભાજપ પહેલા 3-4 રાઉન્ડ આગળ ચાલી રહી હતી તો આ જાણકારી ઓફિશિયલ રીતે સામે આવી નથી. જ્યારે અન્ય બેઠક પર રાઉન્ડ-વાઇઝ અપડેટ આપવામાં આવી રહ્યા હતા.
મોકામામાં RJDષ ગોપાલગંજ અને ગોલા ગોકર્ણનાથ બેઠક પર ભાજપ જીત્યુ
બિહારની મોકામા બેઠક પર આરજેડીના ઉમેદવાર નીલમ દેવીએ જીત મેળવી છે. ગોપાલગંજ બેઠક પર ભાજપે કબજો કરી લીધો છે. આ સિવાય યૂપીની લખીમપુર ખીરીમાં ગોલા ગોકર્ણનાથ બેઠક પર ભાજપના ઉમેદવાર અમન ગિરિએ જીત મેળવી છે.
ઋતુજા લટકેએ મેળવી લીડ, બીજા નંબર પર NOTA
અંધેરી પૂર્વ વિધાનસભા બેઠક પર 11માં રાઉન્ડની કાઉન્ટિંગ પુરી થઇ ગઇ છે. અત્યાર સુધી ઉદ્ધવ જૂથની ઋતુજા લટકેને 42343 મત મળ્યા છે જ્યારે બીજા નંબર પર નોટા છે. નોટા પર 8379 મત પડ્યા છે.