બિહારના બાહુબલી MLAની વધી મુશ્કેલી ! AK-47 કેસમાં 10 વર્ષની સજા
બિહારના બાહુબલી ધારાસભ્ય કહેવાતા અનંત સિંહની મુશ્કેલીમાં વધારો થયો છે. AK-47 અને મેગેઝિન કેસમાં RJDના ધારાસભ્ય અનંત સિંહને 10 વર્ષની સજા ફટકારવામાં આવી છે. ત્યારે આ સ્થિતિમાં ધારાસભ્યની વિધાનસભાની સદસ્યા જવાની નક્કી છે. 14 જૂને સ્પેશિયલ કોર્ટમાં સુનાવણી થઈ હતી, જેમાં અનંત સિંહને દોષી ઠેરવવામાં આવ્યા હતા. ત્યારબાદ, કોર્ટે સજા માટે 21 જૂનની તારીખ આપી હતી. અનંત સિંહ લગભગ 34 મહિનાથી પટનાની બેઉર જેલમાં બંધ છે. એમપી MLA કોર્ટે આ સજા તેમને સંભળાવી છે.
Bihar | MP/MLA court in Patna finds RJD MLA and strongman Anant Singh guilty in a case where police recovered an AK-47 gun & other weapons from his residence. Police seized these weapons from MLA's residence in raids conducted in August 2019.
(File Pic) pic.twitter.com/ZNiLeBkHWL
— ANI (@ANI) June 14, 2022
અનંત સિંહને 10 વર્ષની સજા
પોલીસે આરોપ સાબિત કરવા માટે 13 સાક્ષીઓને કોર્ટમાં રજૂ કર્યા હતા. તો બીજી તરફ બચાવ પક્ષ વતી 34 સાક્ષીઓના નિવેદનો નોંધવામાં આવ્યા હતા. હવે આરોપી ધારાસભ્યને 10 વર્ષની સજા ફટકારવામાં આવી છે. વિધાનસભા કે લોકસભામાં એવી જોગવાઈ છે કે જો કોઈ સભ્યને બે વર્ષ કે તેથી વધુ કેદની સજા થાય તો તેને ધારાસભ્ય કે સાંસદ પદ માટે ગેરલાયક ગણવામાં આવે છે. તેની સાથે જ તેમની સદસ્યતા પણ ખતમ કરી દેવામાં આવે છે. અનંત સિંહને 10 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. આ કિસ્સામાં તેમનું ધારાસભ્ય પદ સમાપ્ત થઈ જશે. આ પછી, તે સજા પૂરી થયાના 6 વર્ષ પછી જ ચૂંટણી લડી શકે છે.
અનંત સિંહ AK-47 કેસમાં ફસાયા
પટનાની એમપી એમએલએ કોર્ટમાં સજા સંભળાવ્યા બાદ વકીલે કહ્યું કે આ મામલો અગાઉની તારીખે સજા સંભળાવવાના મુદ્દા પર મૂકવામાં આવ્યો હતો. સુનાવણી બાદ તેમના મેડિકલ ગ્રાઉન્ડ્સ અને તેમની 60 વર્ષથી વધુ ઉંમરનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. અનંત સિંહ પણ 5 વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે. તમામ સંજોગોને જોતા 10 વર્ષની સજા ફટકારવામાં આવી હતી. ત્રણ વિભાગમાં સજા કરવામાં આવી ન હતી. 25 (1) B, C માં સજા કરવામાં આવી ન હતી. કુલ 10 વર્ષની સજા ફટકારવામાં આવી છે.
RJD ધારાસભ્ય સજા વિરુદ્ધ હાઈકોર્ટમાં જશે
અનંત સિંહને આપવામાં આવેલી તમામ સજા એકસાથે ચાલશે. વિધાનસભાની સદસ્યતા ગુમાવવાના સવાલ પર વકીલે કહ્યું કે પીપલ્સ રિપ્રેઝન્ટેટિવ એક્ટ હેઠળ શું થશે તે ભવિષ્યની વાત છે. જો હાઈકોર્ટ દ્વારા સજા પર સ્ટે મુકવામાં આવે તો વિધાનસભા નહીં જાય. અલબત્ત અમે હાઈકોર્ટમાં જઈશું. સુનિલ રામ અને અનંત સિંહ બંનેને દોષિત ઠેરવવામાં આવ્યા હતા અને દરેકને 10 વર્ષની સજા ફટકારવામાં આવી હતી. અનંત સિંહના વકીલે વધુમાં જણાવ્યું કે મેડિકલ બોર્ડ બેઠું છે. અનંત સિંહની પણ સારવાર ચાલી રહી છે. તમામ સંજોગોને જોતા 10 વર્ષની સજા સંભળાવવામાં આવી છે. આ કેસમાં આજીવન કેદની જોગવાઈ હતી, પરંતુ કોર્ટે લઘુત્તમ સજા નક્કી કરી છે.