ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

RJD તરફથી કોંગ્રેસને ઝટકો, લાલુ યાદવે કહ્યું: INDIAની કમાન મમતા બેનરજીને સોંપવામાં આવે

  • કોંગ્રેસના વિરોધનો કોઈ અર્થ નથી, મમતા બેનરજીને નેતા બનાવવા જોઈએ: RJD નેતા લાલુ યાદવ

નવી દિલ્હી, 10 ડિસેમ્બર: RJD નેતા લાલુ પ્રસાદ યાદવે INDIA બ્લોકમાં નેતૃત્વને લઈને ચાલી રહેલી તકરારને લઈને આજે મંગળવારે મોટું નિવેદન આપ્યું છે. RJD નેતા લાલુ પ્રસાદ યાદવે કહ્યું કે, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીને INDI ગઠબંધનના નેતાની કમાન મમતા બેનરજીને સોંપવામાં આવે. કોંગ્રેસના વિરોધનો કોઈ અર્થ નથી. મમતાને નેતા બનાવવા જોઈએ. આ દરમિયાન લાલુ પ્રસાદ યાદવે ભારપૂર્વક કહ્યું કે, બિહારમાં આગામી ચૂંટણીમાં તેમની પાર્ટી સત્તામાં આવશે.

 

આ પહેલા બિહારના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને RJDના નેતા તેજસ્વી યાદવે કહ્યું હતું કે, તેમને તૃણમૂલ કોંગ્રેસના વડા મમતા બેનરજી સહિત ઈન્ડિયા બ્લોકના કોઈપણ વરિષ્ઠ નેતા દ્વારા ગઠબંધનનું નેતૃત્વ કરવા પર કોઈ વાંધો નથી, તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે આ નિર્ણય પર સર્વસંમતિ સુધી પહોંચી જવું જોઈએ.

મમતા બેનરજીએ શું કહ્યું?

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ તાજેતરની હરિયાણા અને મહારાષ્ટ્રની ચૂંટણીમાં INDIA બ્લોકના ખરાબ પ્રદર્શન પર અસંતોષ વ્યક્ત કર્યો છે અને સંકેત આપ્યો છે કે, જો તક આપવામાં આવે તો તેઓ INDI ગઠબંધનનો હવાલો લેવા તૈયાર છે.

તૃણમૂલ કોંગ્રેસ (TMC) સુપ્રીમોએ કહ્યું કે, તેઓ બંગાળના મુખ્ય પ્રધાન તરીકે તેમની ભૂમિકા ચાલુ રાખીને વિપક્ષી મોરચો ચલાવવાની બેવડી જવાબદારી સંભાળી શકે છે. મમતા બેનરજીએ કહ્યું કે, “મેં INDIA બ્લોકની રચના કરી હતી, હવે તેનું સંચાલન કરવાની જવાબદારી મોરચાનું નેતૃત્વ કરનારાઓની છે. જો તેઓ તેને ચલાવી ન શકે તો હું શું કરી શકું? હું માત્ર એટલું જ કહીશ કે આપણે બધાને સાથે લઈને ચાલવું પડશે.”

જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે એક મજબૂત ભાજપ વિરોધી દળ તરીકેની પ્રતિષ્ઠા હોવા છતાં તે શા માટે INDIA બ્લોકનો હવાલો નથી લઈ રહ્યા? આના પર બેનરજીએ કહ્યું કે, જો મને તક મળશે તો હું તેનું સુચારુ કામ સુનિશ્ચિત કરીશ. હું બંગાળની બહાર જવા માંગતી નથી, પરંતુ હું તેને અહીંથી ચલાવી શકું છું.”

કોંગ્રેસે શું કહ્યું?

 

બિહાર પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અખિલેશ પ્રસાદ સિંહે કહ્યું કે, મમતા બેનરજીની પાર્ટી બંગાળ સુધી મર્યાદિત છે અને રાષ્ટ્રીય પરિપ્રેક્ષ્યમાં મમતા મમતા બેનરજીની પાર્ટી અને તેમનું વ્યક્તિત્વ એટલું મોટું નથી. તે જ સમયે, શિવસેના UBT સાંસદ સંજય રાઉતે કહ્યું કે, અમે મમતા બેનરજીનો અભિપ્રાય જાણીએ છીએ. અમે ઈચ્છીએ છીએ કે મમતા અમારી સાથે રહે. અમે બધા સાથે છીએ. જો કોઈ તફાવત હોય તો પણ નાના-મોટા છે. અમે કોલકાતા જઈશું અને મમતા બેનરજી સાથે આ અંગે વાત કરીશું. આ પહેલા સપાએ પણ મમતા બેનરજીના નામ પર સહમતિ દર્શાવી હતી.

આ પણ જૂઓ: આંધ્રપ્રદેશના ડેપ્યુટી સીએમ પવન કલ્યાણને મળી જાનથી મારી નાખવાની ધમકી

Back to top button