ટ્રેન્ડિંગમનોરંજન

સુશાંતના કેસ બાદ ત્રણ વર્ષે રિયાનું કમબેકઃ રોડીઝમાં જોઇને લોકો ભડક્યા

  • એમટીવી-રોડીઝની 19મી સીઝનમાં ગેંગ લીડર બનશે રિયા ચક્રવર્તી.
  • પ્રિન્સ નરૂલા અને ગૌતમ ગુલાટી  બાદ ત્રીજા ચહેરાનો ખુલાસો થયો.
  • સોશિયલ મીડિયા યુઝર્સ ભડક્યાઃ એમટીવીનુ દિમાગ ખરાબ થઇ ગયુ છે.

એમટીવી રોડીઝના રૂપમાં ભારતની સૌથી લોકપ્રિય એડવેન્ચર રિયાલિટી ટેલીવિઝન ફ્રેન્ચાઇઝી ‘કર્મ કે કાંડ’ની રોમાંચક થીમ સાથે પોતાની નવી સીઝન માટે તૈયાર છે. શોના હોસ્ટ સોનુ સુદે તાજેતરમાં ત્રણ નવા ચહેરાને જોનર-ડિફાઇનિંગમાં સામેલ થવાના સંકેત આપ્યા હતા. હવે તે ફાઇનલ થઇ ચુક્યુ છે કે અભિનેત્રી રિયા ચક્રવર્તી ગેંગ લીડર્સમાંથી એક છે. તેને પ્રિન્સ નરુલા અને ગૌતમ ગુલાટી જોઇન કરશે.

સુશાંત સિંહના કેસ બાદ ત્રણ વર્ષે રિયાનું કમબેકઃ રોડીઝની ગેંગલીડર બનીને થઇ ટ્રોલ  hum dekhenge news

ત્રણ વર્ષ રિયાનું બાદ કમબેક

ઉલ્લેખનીય છે કે બોલિવુડ એક્ટર સુશાંત સિંહ રાજપૂત હંમેશા માટે દુનિયાને અલવિદા કહી ગયા. એક્ટરના પરિવારે ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીને દિકરાના મૃત્યુ માટે જવાબદાર ઠેરવી હતી. રિયા વિરુદ્ધ મીડિયા ટ્રાયલ ચાલી હતી. તે ડ્રગ્સના કેસમાં જેલ પણ ગઇ. હવે 3 વર્ષ બાદ તેની કરિયર ટ્રેક પકડતી દેખાઇ રહી છે. કેટલાય લોકોનો દાવો હતો કે રિયાની કરિયર હવે ખતમ થઇ ચુકી છે. તેમને પડકાર આપવા રિયા પોતાનુ જબરજસ્ત કમબેક કરી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by MTV Roadies (@mtvroadies)

શું લાગ્યુ તુ હું ડરી જઇશ? ગેંગ લીડર બની બોલી રિયા

મેકર્સે રિયા ચક્રવર્તીનો પ્રોમો રિલીઝ કર્યો છે. જેમાં અભિનેત્રીએ પોતાની ધમાકેદાર એન્ટ્રી દેખાઇ છે. ચેનલ તરફથી જારી કરાયેલા પ્રોમોમાં રિયા બ્લેક કલરના કપડામાં જોવા મળી છે. તે કહી રહી છે, તમને શું લાગ્યુ હતુ, હું પાછી નહીં આવુ, ડરી જઇશ? હવે ડરવાનો વારો એ લોકોનો છે. મળીએ ઓડિશન્સ પર.

રિયાલીટી શો થઇ રહ્યો છે ટ્રોલ

રોડીઝમાં રિયાનુ કમબેક જોઇને તેના ફેન્સની ખુશીની કોઇ સીમા રહી નથી, પરંતુ કેટલાક લોકો અભિનેત્રીને ગેંગ લીડરના રૂપમાં જોઇને બિલકુલ ખુશ નથી. કેટલાક લોકોએ રિયાની કાસ્ટિંગને લઇને મેકર્સને ટ્રોલ કર્યા છે. યુઝર્સનું કહેવુ છે કે શોને વિવાદાસ્પદ બનાવવા માટે રિયાને લેવાઇ છે. કેટલાકનું માનવુ છે આ સીઝન ફ્લોપ રહેશે. કેટલાક કહી રહ્યા છે યાર, કોઇ બીજુ ન મળ્યુ? એક યુઝરે તો લખ્યુ છે, તોબા તોબા..બધો મુડ ખરાબ કરી દીધો. કોઇકે લખ્યુ છે એમટીવી વાળાનું મગજ ખરાબ થઇ ગયુ છે. આ સીઝન કોણ જોશે.

આ પણ વાંચોઃ રામ મંદિરની સુરક્ષા માટે 77 કરોડમાં કઈ ટેક્નોલોજી લેવામાં આવશે ? જાણો સંપૂર્ણ પ્લાન

Back to top button