રિયા ચક્રવર્તીએ સુશાંત સિંહ રાજપૂત સાથેની તસવીરો કરી શેર
અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુને બે વર્ષ થઈ ગયા છે. 14 જૂન 2020 ના રોજ સુશાંત સિંહ રાજપૂતના અવસાનથી તેના ચાહકોનું હૃદય સંપૂર્ણપણે તૂટી ગયું હતુ. આજે પણ તેના ચાહકો સોશિયલ મીડિયા પર અભિનેતા માટે ન્યાય માટે લડી રહ્યા છે. તેએ તેમના પ્રિય અભિનેતાને યાદ કરીને ભાવુક બની ગયા છે. પરંતુ આ દરમિયાન સુશાંત સિંહ રાજપૂતની ખાસ મિત્ર રિયા ચક્રવર્તી પણ તેની બીજી ડેથ એનિવર્સરી પર ખૂબ જ ભાવુક થઈ ગઈ હતી અને તેણે ઈન્સ્ટાગ્રામ પર લોકોએ ન જોઈ હોય તેવી તસવીરો શેર કરી હતી.
સુશાંત સિંહ રાજપૂતને યાદ કરીને રિયા ચક્રવર્તી થઈ ભાવુક
રિયા ચક્રવર્તીએ સોશિયલ મીડિયા પર સુશાંત સિંહ રાજપૂતને યાદ કરતી પોસ્ટ્સ શેર કરી છે. સુશાંત સિંહ રાજપૂતની બીજી પુણ્યતિથિ પર રિયા ચક્રવર્તીએ અભિનેતા સાથેની કેટલીક વેકેશન દરમિયાનની તસવીરો શેર કરી છે. આ ન જોયેલી તસવીરોમાં સુશાંત સિંહની પ્રેમાળ સ્મિત જોઈને તમારી આંખો પણ ભીની થઈ જશે. આ તસવીરોને કેપ્શન આપતા અભિનેત્રીએ લખ્યું કે, ‘હું તમને દરરોજ યાદ કરું છું’.
ચાહકોએ રિયા ચક્રવર્તીને સાંત્વના આપી
રિયા ચક્રવર્તી અને સુશાંત સિંહ રાજપૂતની આ તસવીરો જોઈને ચાહકો પણ ખૂબ જ ભાવુક થઈ ગયા હતા. એક યુઝરે કોમેન્ટ કરતા લખ્યું કે, ભગવાન તેમની આત્માને હંમેશા શાંતિ આપે. તમે મજબૂત રહો. અન્ય એક યુઝરે લખ્યું, ‘તમે ખૂબ જ મજબૂત મહિલા છો’. અન્ય એક યુઝરે લખ્યું કે, ‘સુશાંત સિંહ રાજપૂત તમને દરરોજ મિસ કરી રહ્યો છે’. થોડા કલાકો પહેલા પોસ્ટ કરવામાં આવેલી આ તસવીરોને અત્યાર સુધીમાં 1 લાખથી વધુ લાઈક્સ મળી ચૂક્યા છે.
સોશિયલ મીડિયા પર ફેન્સ સુશાંત સિંહને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે
સોશિયલ મીડિયા પર ફેન્સ તેમના ફેવરિટ સ્ટારને ખૂબ જ મિસ કરી રહ્યા છે. બૉયકોટ બોલિવૂડ ટ્વિટર પર ટ્રેન્ડ કરી રહ્યું છે, જેમાં સુશાંત સિંહ માટે ન્યાયની વિનંતી છે. સુશાંત સિંહના નિધનથી ચાહકોના દિલમાં ખાલીપો પડ્યો છે.