જામનગરમાં રિવાબા જાડેજાએ જીત બાદ કર્યો રોડ શો, પતિ રવિન્દ્ર જાડેજા પણ જોડાયા
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના સુપડા સાફ થઈ ગયા છે. ભાજપની વેવમાં પંજો જાણે તણાઈ ગયો છે તેમ 182 માંથી ભાજપે 150થી વધુ બેઠક કબ્જે કરીને ઐતિહાસિક જીત મેળવી છે. મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્રભાઈ પટેલની કામગીરી તથા પ્રદેશ નેતૃત્વ તેમજ પીએમ નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહના માર્ગદર્શન હેઠળ આ ભવ્ય જીત મળી છે ત્યારે જામનગર ઉત્તર વિધાનસભા બેઠક ઉપરથી આ વખતે ભાજપે રિવાબા જાડેજાને મેદાને ઉતર્યા હતા જેઓએ 80 હજારથી વધુ મત મેળવી જીત પ્રાપ્ત કરી છે. રિવાબા જીતી ગયા બાદ તેમણે મત વિસ્તારમાં રોડ શો યોજ્યો હતો જેમાં તેમના પતિ અને ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા પણ જોડાયા હતા.
#WATCH जामनगर उत्तर से भाजपा उम्मीदवार रीवाबा जडेजा ने जामनगर में अपने पति और क्रिकेटर रवींद्र जडेजा के साथ रोड शो किया।
आधिकारिक चुनाव आयोग के रुझानों के अनुसार, वह AAP उम्मीदवार करशनभाई करमूर से 50,456 मतों के अंतर से आगे चल रही हैं।#GujaratAssemblyPolls pic.twitter.com/g10q22rPTX
— ANI_HindiNews (@AHindinews) December 8, 2022
ગુજરાતની જનતા ભાજપ સાથે હતી અને રહેશે: રીવાબા જાડેજા
જીતની નજીક પહોંચેલા રવિન્દ્ર જાડેજાની પત્ની રીવાબાએ મીડિયા સામે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે જે રીતે ભાજપ ગુજરાતમાં 27 વર્ષથી કામ કરી રહ્યું છે અને વિકાસનું મોડલ સ્થાપિત કર્યું છે, લોકો પણ આ વિકાસ યાત્રાને ભાજપ સાથે આગળ વધારવા માંગે છે. ગુજરાતની જનતા ભાજપની સાથે હતી અને ભવિષ્યમાં પણ રહેશે તે સ્પષ્ટ છે.