ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

જાહેર કાર્યક્રમમાં થયેલ રકઝક મામલે રિવાબા જાડેજાએ આપ્યું નિવેદન, જાણો શું કહ્યું ?

Text To Speech

આજે જામનગરમાં ભાજપના ધારાસભ્ય રિવાબા મારી માટી મારો દેશ કાર્યક્રમમાં હાજરી આપવા ગયા હતાં.ત્યાં મેયર બીનામેન અને સાંસદ પૂનમબેન માડમ સાથે તેમની બોલાચાલી થઈ હતી. અને રિવાબાએ જાહેરમાં બધાની સામે સાંસદને ખરીખોટી સંભળાવી દીધી હતી અને ગુજરાત ભાજપના ધારાસભ્ય અને સાંસદ વચ્ચે શાબ્દિક ટપાટપી વધી જતા જિલ્લા પોલીસ વડાએ વચ્ચે પડવું પડ્યું હતું. જેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ત્યારે આ અંગે રિવાબા જાડેજાનું નિવેદન સામે આવ્યું છે. જેમાં તેમણે આ અંગે સ્પષ્ટતા કરી છે.

ધારાસભ્ય રિવાબા જાડેજાએ કરી સ્પષ્ટતા 

ધારાસભ્ય રિવાબા જાડેજાએ આ સમગ્ર વિડીયો અંગે રિવાબા જાડેજાએ મીડિયા સમક્ષ ખુલાસો આપતા કહ્યું હતુ કે શહીદોને શ્રદ્ધાંજલિના કાર્યક્રમમાં ચપ્પલ કાઢવા અંગે સાંસદે કરેલી ટિપ્પણીથી તેમનું સેલ્ફ રિસ્પેક્ટ ઘવાયું હતું.જેના કારણે તેમને બોલવું પડ્યું હતુ.રિવાબીએ કહ્યું કે “MP મેડમે ચપ્પલ પહેરીને શહીદોને શ્રદ્ધાંજલિ આપી, મેં ચપ્પલ ઉતારી બહુમાન કર્યું, સાંસદ પુનમ માડમે તે સમયે મને ટોણો માર્યો, આત્મસન્માન માટે જાહેરમાં સ્પષ્ટતા કરી, મેં કંઈ જ ખોટું નથી કહ્યું”

જાણો રિવાબાએ શું કહ્યું ? 

વધુમાં રિવાબા જાડેજાએ જણાવ્યું કે, “અમે બાજુમાં ઉભા હતા. ભાજપ પરિવાર, મીડિયા અને પાલિકાના અધિકારીઓ તમામની હાજરીમાં સાંસદે કહ્યું કે, પ્રધાનમંત્રી અને રાષ્ટ્રપતિ પણ આવા કાર્યક્રમોમાં ચપ્પલ ઉતારતા નથી. પણ અમુક ભાન વગરના લોકો કે જેમને કોઇ ભાન નથી હોતું, તેવા લોકો એક્સ્ટ્રા ઓવર સ્માર્ટ થઇને ચપ્પલ કાઢે છે.

આ પણ વાંચો : ભાજપમાં ભડકો! જાહેર કાર્યક્રમમાં ધારાસભ્ય રિવાબા જાડેજા અને સાંસદ પૂનમબેન માડમ વચ્ચે થઈ રકઝક

રિવાબા જાડેજાના આકરા તેવરનો વિડીયો થયો હતો વાયરલ

જામનગરમાં મારી માટી મારો દેશ નામનો કાર્યક્રમ યોજાયો હતો.આ પ્રસંગે મહિલા મેયર બિનાબેન કોઠારી, ધારાસભ્ય રિવાબા જાડેજા, સાંસદ પુનમબેન માડમ સહિત પોલીસના ઉચ્ચ અધિકારીઓ અહીં હાજર હતા. તેવામાં રિવાબા જાડેજાના આકરા તેવરનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વીડિયો સોશિયલ મીડિયાંમાં વાયરલ થતા લોકો  અને  વિરોધી પક્ષના નેતાઓ અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે.

આ  પણ વાંચો : અમદાવાદ ભારતમાં સૌથી વધુ પોસાય તેવું શહેર,જાણો ક્યા શહેરની કેટલી છે રેન્કિંગ?

Back to top button