ચૂંટણી 2022ટોપ ન્યૂઝ

રવિન્દ્ર જાડેજાની ભારતીય ટીમવાળી જર્સીનો ઉપયોગ કરતા વિવાદોમાં ફંસાયા રિવાબા જાડેજા, વિપક્ષે સાધ્યું નિશાન

Text To Speech

જામનગરઃ ગુજરાત વિધાનસભાની જામનગર ઉત્તરની સીટ હાલ ઘણી જ ચર્ચામાં જોવા મળે છે. ચર્ચા પણ કેમ ન હોય જામનગર ઉત્તર સીટ પરથી ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર તરીકે ઊભા છે. તેમને જનતાનો કેટલો સાથ મળશે તે તો 8 નવેમ્બરે પરિણામ બાદ જ ખ્યાલ આવશે પરંતુ હાલ ચૂંટણી પ્રચારમાં તેમને અનેક પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે. એક તરફ પોતાના નણંદ નયનાબા જેઓ કોંગ્રેસ પાર્ટીના છે, તેમનો વિરોધ રિવાબાએ સહન કરવો પડી રહ્યો છે. તો બીજીતરફ વિપક્ષ તેમના પર સતત નિશાન સાધી રહ્યું છે.

રવિન્દ્ર જાડેજાનો ટીમ ઈન્ડિયાની જર્સીવાળા ફોટાનો ઉપયોગ કર્યો
હાલમાં જ તેમણે ચૂંટણી પ્રચાર દરમિયાન જાહેર કરેલા પોસ્ટરમાં ટીમ ઈન્ડિયાના ક્રિકેટર અને પોતાના પતિ રવિન્દ્ર જાડેજાની ભારતીય ટીમની જર્સીવાળા ફોટાનો ઉપયોગ કર્યો હતો. 22મી નવેમ્બરના રોડ શો તેમને એક ટ્વીટ કર્યું હતું જેમાં રવિન્દ્ર જાડેજાનો ફોટો ટીમ ઈન્ડિયાની જર્સીવાળો હતો. ત્યારે આ મુદ્દે વિવાદ ઊભો થઈ ગયો છે. સોશિયલ મીડિયાની તેમની એક પોસ્ટમાં તેમણે લખ્યું કે તમે પણ ઈન્ડિયાના ઓલ રાઉન્ડર ક્રિકેટર મિસ્ટર @imjadeja ના રોડ શોમાં જોડાઈ શકો છો. તેમની આ પોસ્ટને લઈને હવે રાજકીય આક્ષેપ-પ્રતિઆક્ષેપ શરૂ થઈ ગયા છે.

જામનગર ઉત્તર બેઠક પર નણંદ VS ભાભી
ભાજપે આ વખતે જામનગર ઉત્તર બેઠક પરથી રિવાબા જાડેજાને ટિકિટ આપી એક નવો રાજકીય દાવ ખેલ્યો છે. તો બીજી તરફ જામનગર ઉત્તર બેઠક પરથી કૉંગ્રેસ તરફથી રવિન્દ્ર જાડેજાના બહેન અને રિવાબાના જ નણંદ નયનાબા જાડેજાને મેદાને ઉતાર્યા છે. ત્યારે, જામનગર ઉત્તર બેઠક પર નણંદ અને ભાભી વચ્ચે રાજકીય જંગ હોવાથી હવે રાજકારણ વધુ ગરમાયેલું છે. એક બેઠક પર ભાજપ અને કૉંગ્રેસમાંથી નણંદ તેમજ ભાભી સામ-સામે હોવાથી બન્ને એકબીજાની વિરુદ્ધ પ્રચંડ પ્રચાર કરશે. ત્યારે, આ બેઠક પર કોણ જીતે છે તે જોવું ખરેખર રસપ્રદ રહેશે.

Back to top button