ટ્રેન્ડિંગસ્પોર્ટસ

ઋતુરાજ ગાયકવાડે વર્લ્ડ રેકોર્ડ તોડ્યો, 9 ઈનિંગમાં 7મી સદી ફટકારી

Text To Speech

મહારાષ્ટ્રના કેપ્ટન અને ક્રિકેટર ઋતુરાજ ગાયકવાડે ઈતિહાસ રચી દીધો છે. વિજય હજારે ટ્રોફીની ક્વાર્ટર ફાઇનલમાં બેવડી સદી ફટકાર્યા બાદ ગાયકવાડે હવે સેમિફાઇનલમાં પણ સદી ફટકારી છે.

મહારાષ્ટ્રના કેપ્ટન ઋતુરાજ ગાયકવાડે આસામ સામે 88 બોલમાં સદી ફટકારી હતી. ગાયકવાડે 168 રનની જોરદાર ઈનિંગ રમી હતી. તેણે 6 છગ્ગા, 18 ચોગ્ગા ફટકારી હતી.

ઋતુરાજ ગાયકવાડે લિસ્ટ A ક્રિકેટમાં ઈતિહાસ રચ્યો છે. આ ફોર્મેટમાં 60થી વધુની બેટિંગ એવરેજ ધરાવતો તે વિશ્વનો પ્રથમ બેટ્સમેન છે.

તમને જણાવી દઈએ કે ઋતુરાજ ગાયકવાડે વિજય હજારે ટ્રોફીની છેલ્લી 9 ઇનિંગ્સમાં 7 સદી ફટકારી છે, જેમાંથી એક બેવડી સદી છે.

ગાયકવાડે છેલ્લી મેચમાં ઉત્તર પ્રદેશ સામે અણનમ 220 રન બનાવ્યા હતા. આ બેટ્સમેને તે મેચમાં સતત 7 સિક્સર મારવાનું કારનામું કર્યું હતું. ગાયકવાડે યુપી સામે 16 છગ્ગા અને 10 ચોગ્ગા ફટકાર્યા હતા.

Back to top button