ટ્રેન્ડિંગમનોરંજન

અજય સામે ‘દાદા ભાઈ’ બનશે રિતેશ દેશમુખ, Raid 2 નો ફર્સ્ટ લુક જારી

Text To Speech
  • Raid 2 માંથી રિતેશ દેશમુખનો પહેલો લુક સામે આવ્યો છે, જેમાં તે એક નેતાની ભૂમિકામાં જોવા મળી રહ્યો છે

25 માર્ચ, મુંબઈઃ બોલિવૂડ અભિનેતા અજય દેવગનની આગામી ફિલ્મ Raid 2 માંથી રિતેશ દેશમુખનો પહેલો લુક first look of Raid 2 સામે આવ્યો છે, જેમાં તે એક નેતાની ભૂમિકામાં જોવા મળી રહ્યો છે. તેમનો આ લુક સોશિયલ મીડિયા પર ખૂબ જ ચર્ચામાં છે. આ એક ક્રાઈમ થ્રિલર ફિલ્મ છે, જેનું દિગ્દર્શન રાજકુમાર ગુપ્તા દ્વારા કરવામાં આવ્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Riteish Deshmukh (@riteishd)

25 માર્ચ, મંગળવારના રોજ, ફિલ્મ ‘રેડ 2’ માંથી રિતેશ દેશમુખની પહેલી ઝલક સામે આવી છે, જેની માહિતી ફિલ્મના કલાકારોએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા શેર કરી છે. અજય દેવગન અને રિતેશ દેશમુખે તેમના ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટર શેર કર્યું અને કેપ્શનમાં લખ્યું છે, દાદા ભાઈ કાયદા પર નિર્ભર નથી, કાયદાના માસ્ટર છે દાદા ભાઈ. પોસ્ટરમાં રિતેશ દેશમુખ લોકોની વચ્ચે ઊભો જોવા મળે છે, તેણે સફેદ કુર્તો અને ઘેરા ભૂરા રંગનું નેહરુ જેકેટ પહેર્યું છે અને એક હાથ ઊંચો કર્યો છે. તેમની નજીક ઉભેલા લોકો હાથમાં પાર્ટીનો ધ્વજ પકડીને ઉભા છે.

 

View this post on Instagram

 

A post shared by Ajay Devgn (@ajaydevgn)

અજય દેવગનનો લુક એક દિવસ અગાઉ સામે આવ્યો

24 માર્ચ, સોમવારના રોજ, ફિલ્મ નિર્માતાઓએ ફિલ્મમાંથી અજય દેવગનનો પહેલો ફર્સ્ટ લુક રિલીઝ કર્યો હતો, જેની માહિતી અજય દેવગને તેના ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ દ્વારા શેર કરી. ફિલ્મનું પોસ્ટર શેર કરતાં તેણે કેપ્શનમાં લખ્યું હતું, નવું શહેર, નવી ફાઇલ અને અમય પટનાયક દ્વારા એક નવી રેડ. આ પછી તેણે ફિલ્મની રિલીઝ તારીખ વિશે પણ માહિતી આપી હતી.

ક્યારે રિલીઝ થશે ફિલ્મ

ફિલ્મના પોસ્ટરની સાથે ફિલ્મ નિર્માતાઓએ ફિલ્મની રિલીઝ તારીખ પણ જાહેર કરી છે. અજય દેવગણ દ્વારા શેર કરવામાં આવેલી પોસ્ટ મુજબ, આ ફિલ્મ 1 મે, 2025 ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મમાં અજય દેવગન ઉપરાંત રિતેશ દેશમુખ, વાણી કપૂર અને સૌરભ શુક્લા પણ મહત્ત્વની ભૂમિકામાં જોવા મળશે.

આ પણ વાંચોઃ કન્ફર્મ ટિકિટ રિલેટિવને ટ્રાન્સફર કરવી શકય છે કે નહિ? જાણો રેલવેના નિયમ

HD ન્યુઝના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે ક્લિક કરોઃ 

https://chat.whatsapp.com/LuLIACK4WTYDPGdlAsSGrD

Back to top button