ગુજરાત

ગુજરાતમાં હાર્ટ એટેકનું જોખમ વધ્યું, વધુ એક યુવાનનો ભોગ લેવાયો

Text To Speech
  • ભરુચમાં યુવાનનું હાર્ટ એટેકથી મોત થયુ
  • હાર્ટ એટેકની સ્થિતિને “મ્યોકાર્ડિયલ ઈન્ફાકર્શન” કહેવામાં આવે છે
  • યુવાનનું મોત થતાં પરિવાર આઘાતમાં સરી પડ્યો

ગુજરાતમાં હાર્ટ એટેકનું જોખમ વધ્યું છે. જેમાં વધુ એક યુવાનનો ભોગ લેવાયો છે. ત્યારે ભરુચમાં યુવાનનું હાર્ટ એટેકથી મોત થતાં બે બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી છે. પટેલ સલીમ ઈબ્રાહીમનુ હાર્ટએટેકથી મોત થયુ છે. યુવાન જંબુસરના જાની ફળીયા વિસ્તારમાં રહેતો હતો.

આ પણ વાંચો: ગુજરાતમાં ફરી એક વાર લઠ્ઠાકાંડની આશંકા, દારુ પીવાથી 2ના મોત

યુવાનનું મોત થતાં પરિવાર આઘાતમાં સરી પડ્યો

યુવાનનું મોત થતાં પરિવાર આઘાતમાં સરી પડ્યો છે. રાજ્યમાં છેલ્લા કેટલાય મહિનાઓથી લોકોમાં હાર્ટ એટેકનું જોખમ સતત વધી રહ્યું છે. વૃદ્ધથી લઇને યુવાનોને હાર્ટ એટેકથી મોત થવાના સમાચારો આવી રહ્યાં છે. જંબુસરમાં રહેતાં સલીમ ઈબ્રાહીમ પટેલનું આજે હાર્ટ એટેકના હુમલો થવાથી મોત નીપજ્યું હતું. સલીમને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો જેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવતાં પહેલાં જ તેના પ્રાણ ચાલ્યા ગયા હતા.

આ પણ વાંચો: ગુજરાતમાં ઈમરજન્સીના કેસોમાં વધારો, અમદાવાદમાં સૌથી વધુ દોરીથી ઈજા થવાના કેસ 

હાર્ટ એટેકની સ્થિતિને “મ્યોકાર્ડિયલ ઈન્ફાકર્શન” કહેવામાં આવે છે

હાર્ટ સ્પેશિયાલિસ્ટના મતે હાર્ટ એટેકની સ્થિતિને “મ્યોકાર્ડિયલ ઈન્ફાકર્શન” કહેવામાં આવે છે. આ એવી સ્થિતિ છે. જેમાં હ્રદયના કોઈ ભાગમાં લોહીનો પુરવઠો બંધ થઈ જાય છે અને તેના કારણે લાંબા સમય સુધી લોહી અને ઓક્સિજન પહોંચી શકતું નથી. જેના કારણે હ્રદય કામ કરવાનું બંધ કરી દે છે અને વ્યક્તિનું મૃત્યુ થાય છે.

Back to top button