ટ્રેન્ડિંગલાઈફસ્ટાઈલહેલ્થ

વરસાદની સીઝનમાં વધી જાય છે ફૂડ પોઈઝનિંગનો ખતરો, જાણો લક્ષણ

Text To Speech
  • વરસાદની સીઝનમાં વાસી, ઠંડુ, બગડેલું કે બહારનું ખાવાના કારણે ફૂડ પોઈઝનિંગનો ખતરો રહે છે. આ સમસ્યા પહેલા શરીરમાં અમુક લક્ષણો જોવા મળતા હોય છે

HD ન્યુઝ ડેસ્કઃ બગડેલા અથવા વાસી ખોરાકને કારણે ઘણી સમસ્યાઓનો ખતરો મંડરાતો રહે છે. ફૂડ પોઈઝનિંગ પણ ખાણીપીણી સંબંધિત સમસ્યા છે. જ્યારે વ્યક્તિ યોગ્ય આહાર દિનચર્યાને અનુસરતી નથી, બહારનો, વાસી કે ખુલ્લો ખોરાક ખાય છે તો ઝાડા, પેટમાં દુખાવો સહિતની ઘણી સમસ્યાઓ વધી શકે છે. જાણો જ્યારે આ સમસ્યા થાય છે ત્યારે શરીરમાં સૌથી પહેલા કયા લક્ષણો જોવા મળે છે?

વરસાદની સીઝનમાં વધી જાય છે ફૂડ પોઈઝનિંગનો ખતરો, જાણો લક્ષણ hum dekhenge news

ફૂડ પોઈઝનિંગ થવાના કારણો

  • ચેપગ્રસ્ત પાણીનો ખોરાકમાં ઉપયોગ ફુડ પોઈઝનિંગનું કારણ બની શકે છે. જો વધુ પડતો ખોરાક ખાવામાં આવે તો પણ ફૂડ પોઇઝનિંગ થઈ શકે છે.
  • જો રસોઈ બનાવવાના કે જમવા માટેના વાસણો ગંદા હોય અથવા શાકભાજી અને ફળો ધોયા વગર ખાવામાં આવે તો પણ ફૂડ પોઈઝનિંગ થઈ શકે છે.
  • જો ડેરી અને માંસાહારી વસ્તુઓનો યોગ્ય રીતે સંગ્રહ કરવામાં ન આવે તો પણ આ સમસ્યા થઈ શકે છે. જો ડેરી ઉત્પાદનોને રૂમ ટેમ્પરેચર પર રાખવામાં આવે અથવા તો માંસાહારી વસ્તુઓ યોગ્ય રીતે રાંધવામાં ન આવે તો ફૂડ પોઈઝનિંગ થઈ શકે છે.
  • જો કોઈ ચેપગ્રસ્ત વ્યક્તિ હાથ ધોયા વગર ખોરાક બનાવે છે, તો ફૂડ પોઈઝનિંગનું જોખમ થઈ શકે છે.

વરસાદની સીઝનમાં વધી જાય છે ફૂડ પોઈઝનિંગનો ખતરો, જાણો લક્ષણ hum dekhenge news

ફૂડ પોઈઝનિંગ થવાના શરૂઆતના લક્ષણો

મોટાભાગના કિસ્સાઓમાં ખોરાક ખાધાના થોડા કલાકો પછી ફૂડ પોઈઝનિંગના લક્ષણો દેખાય છે. તેમાં પેટમાં દુખાવો અને ખેંચાણ થયા બાદ ઉલટી અને દુખાવોનો સમાવેશ થાય છે. ધીમે ધીમે તેના લક્ષણોમાં વધારો થાય છે. આ સમસ્યાને કારણે માથાનો દુખાવો, તાવ, અતિશય નબળાઈ અને ચક્કર પણ આવી શકે છે. આ ઉપરાંત કેટલાક કિસ્સાઓમાં ગંભીર લક્ષણો પણ દેખાય છે, જેમાં ઉલ્ટી અથવા મળમાં લોહી, શ્વાસ લેવામાં તકલીફ અને પેટ ફૂલવું સામેલ છે.

વરસાદના દિવસોમાં આ સમસ્યાથી કેવી રીતે બચી શકાય?

  • વરસાદના દિવસોમાં શાકભાજી અને ફળોને સારી રીતે ધોઈને સાફ કર્યા પછી જ ખાવા જોઈએ.
  • આ સિવાય વરસાદની ઋતુમાં બહાર ખાવા-પીવાનું ટાળવું જોઈએ.
  • તમારી જાતને સ્ટ્રીટ ફૂડ અને ઓઈલી વસ્તુઓ ખાવાથી રોકો.
  • જંકફુડના બદલે ઘરનું બનાવેલું પૌષ્ટિક ભોજન જ આરોગો.

આ પણ વાંચોઃ વારંવાર વધી જતા હોય ચશ્માના નંબર, તો દેશી ઘીના આ નુસખા અપનાવો

Back to top button