ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાતમાં સતત વધી રહેલા કોરોના કેસોને લઇ ઋષિકેશ પટેલનું મોટું નિવેદન, જાણો શું કહ્યું

Text To Speech

ગુજરાતમાં ફરી એક કોરોનાએ માથુ ઉચક્યું છે. ત્યારે ગુજરાતમાં વધતા કોરોના સંક્રમણ અંગે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે. ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે ‘કોરોનાથી કોઈએ ડરવાની જરુર નથી, અને હવે કોરોના જીવનનો એક ભાગ બની ગયો છે. અને કોરોનાની ઘાતકતા ઘટી છે. જેથી લોકોએ ડરવાની નહી પરંતુ સાવચેત રહેવાની જરુર છે.

ઋષિકેશ પટેલે કોરોના મુદ્દે નિવેદન આપ્યું

ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. કોરોનાએ અનેક લોકોને તેની ઝપેટમાં લેવાનું શરુ કરી દીધું છે. અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં કોરોનાના કેસોમાં વધારો નોંધાયો છે. આરોગ્યતંત્રએ જાહેર કરેલી સત્તાવાર માહીતી મુજબ છેલ્લા 24 કલાકમા રાજ્યમાં કોરોનાના 338 કેસ નોંધાયા છે. ત્યારે આ વચ્ચે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કોરોના મુદ્દે મહત્વનું નિવેદન આપ્યું છે.

કોરોના એલર્ટ - Humdekhengenews

‘હવે કોઈએ કોરોનાથી ડરવાની જરૂર નથી’: ઋષિકેશ પટેલ

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કોરોના મુદ્દે આજે નિવેદન આપ્યું છે. જેમાં તેઓએ જણાવ્યું હતુ કે ‘હવે કોઈએ કોરોનાથી ડરવાની જરૂર નથી, ‘ હવે કોરોના જીવનનો એક ભાગ બની ગયો છે, અને હવે કોરોનાની ઘાતકતા પણ ઘટી છે એટલે લોકોએ કોરોનાથી ડરવાની જરુર નથી પરતું સાવધાની રાખવી જોઈએ, આ સાથે જ ઋષિકેશ પટેલે લોકોને સમયસર હાથ ધોવા અને માસ્ક પહેરવાની અપીલ કરી છે. અને તેઓએ વધુમાં કોરોના ટેસ્ટિંગમાં વધારો થઈ રહ્યો હોવાનું પણ જણાવયું હતું.

રાજ્યમાં કોરોનાના કેસ

મહત્વનું છે કે રાજ્યમાં કોરોનાના 24 કલાકમાં 338 કેસ નોંધાયા છે.જેમાં અમદાવાદમા 92, રોજકોટમાં 44, મોરબીમાં 34, સુરતમાં 37, અમરેલીમાં 7, આણંદમાં 5, બનાસાકાઠામાં 12, ભાવનગરમાં 5, ભરૂચમાં 8 અને દાહોદમાં 1 અને મહેસાણામાં 12 કેસ નોંધાયા છે. તેમજ સાબરકાંઠામાં 14 અને નવસારીમાં 4 દર્દીઓ કોરોનાથી સંક્રમિત થયા છે.

આ પણ વાંચો  : સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ : વાંચો કાર્યક્રમને લગતી તમામ મહત્વની વિગતો

Back to top button