ગુજરાતમાં અવારનવાર પેપર લીક ની ઘટનાઓ બની છે અને હજુ હમણાં જ 29 મી જાન્યુઆરીએ જુનિયર ક્લાર્કની પરીક્ષા પહેલા પણ પેપર લિકની ઘટના બની હતી અને 9.50 લાખ જેટલા વિદ્યાર્થીઓની મહેનત પર પાણી ફરી વળ્યું હતું ત્યારે ગુજરાત સરકાર પણ હવે આ બાબતે સખ્ત પગલાં લઈ રહી છે. ગુજરાત રાજ્યના મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા પેપર લીક મામલે મહત્વનું નિવેદન આપવામાં આવ્યું છે.
આ પણ વાંચો : JEE મેઈન્સનું પરિણામ જાહેર : અમદાવાદના 2 વિધાર્થીઓ 100 ટકા પર્સેન્ટાઈલ મેળવ્યા
ગુજરાત રાજ્યના મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા આજરોજ પેપર લિકની ઘટનાઓને રોકવા માટે થઈ હવેથી સરકાર આગામી સત્રમાં આ બાબતે એક બિલ પસાર કરી શકે છે, જેમાં પેપર ફોડવા વાળ અને લેવા વાળાઓને સાત વર્ષ સુધી કેદની સજાની જોગવાઈ કરવામાં આવશે તેવી જાહેરાત આજરોજ ઋષિકેશ પટેલ દ્વારા કરવામાં આવી હતી. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે હાલ ગુજરાત સરકાર અન્ય રાજ્યોના પેપર લીક મામલે શું કાયદા છે અને કેવી સજા છે તેનો પણ અભ્યાસ કરી રહી છે અને આ અભ્યાસ બાદ સરકાર આ અંગે મોટો નિર્ણય આગામી વિધાનસભા સત્રમાં લઈ શકે છે.
આ પણ વાંચો : Exclusive : જાણો કેવી રીતે ચાલે છે ગુજરાતમાં નકલી ડિગ્રીનું કૌભાંડ!
ઉલ્લેખનીય છે કે ગુજરાતની બાજુના રાજ્ય રાજસ્થાનની વાત કરવામાં આવે તો રાજસ્થાનમાં પેપર લીક મામલે પણ રાજસ્થાન સરકાર 10 વર્ષ સુધીની સજા અને 10 કરોડ રૂપિયા સુધીનો દંડ ફટકારવાની જોગવાઈ કરી રહી છે ત્યારે ગુજરાત સરકાર પણ આ બાબતે કોઈ નમ્ર વલણ ન રાખી કડક કાયદો આગામી વિધાનસભા સત્રમાં લાવી શકે છે.