ઋષિકેશ પાસે છે ઑફબીટ જગ્યા, ઓછા પૈસામાં કરો મોજ
- સમર વેકેશનમાં પર્યટકોની ભીડથી જો બચવા ઈચ્છતા હો તો ઋષિકેશ પાસે ઑફબીટ જગ્યા પર જઈ શકો છો. અહીં ફરવાનો બહુ ખર્ચ પણ નહીં થાય
ગરમીના દિવસોમાં જો મોજ કરવા ઈચ્છો છો અને કોઈ ઠંડી તેમજ શાંત, ઓછી ભીડવાળી જગ્યાની શોધ છે તો તમને ઋષિકેશ સારા વિકલ્પ મળી જશે. આમ તો ઉત્તરાખંડમાં ઘણા હિલ સ્ટેશન છે, જ્યાં ગરમીના દિવસોમાં જઈ શકાય છે. આ કારણે આ સીઝનમાં પર્યટકોની ભીડ ત્યાં પહોંચી જાય છે. આ ભીડથી જો બચવા ઈચ્છતા હો તો ઋષિકેશ પાસે ઑફબીટ જગ્યા પર જઈ શકો છો. અહીં ફરવાનો બહુ ખર્ચ પણ નહીં થાય અને માત્ર ત્રણ દિવસની રજાઓમાં વીકેન્ડ ટ્રિપની મજા માણી શકશો.
ડોડીતાલ
ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લામાં ડોડીતાલ નામનું સુંદર તળાવ છે. ડોડીતાલથી ઋષિકેશ લગભગ 90 કિમી દૂર આ તળાવ તમને નૈનીતાલની સફર જેવો અનુભવ કરાવી શકે છે. આ ઉપરાંત આ સ્થળનું પૌરાણિક મહત્ત્વ પણ છે. એવું માનવામાં આવે છે કે આ સ્થાન પર ભગવાન ગણેશજીનો જન્મ થયો હતો. આ કારણે તેને ગણેશતાલ પણ કહેવામાં આવે છે. જો તમે તળાવના કિનારે આરામનો સમય પસાર કરવા માંગતા હો અથવા ટ્રેકિંગના શોખીન હો તો તમે ડોડીતાલની મુલાકાત લઈ શકો છો.
લંઢૌર
ઉત્તરાખંડમાં આવેલું લંઢૌર એક સુંદર અને શાંતિપૂર્ણ સ્થળ છે, જે દેવદાર અને પાઈનના ગાઢ જંગલોની વચ્ચે આવેલું છે. ઉનાળામાં અહીંનું હવામાન ખૂબ જ સુખદ અને અદ્ભુત હોય છે. અહીં ફરવા માટેના ઘણા સ્થળો પણ છે. તમે મિત્રો અને પરિવાર સાથે લંઢૌરની મુલાકાત લઈ શકો છો. તમે બે દિવસની રજાઓમાં પણ લંઢૌરની મુલાકાત લઈ શકો છો.
કાનાતલ
ઉત્તરાખંડના લોકપ્રિય પર્યટન સ્થળોમાં મસૂરી, નૈનીતાલ, મુક્તેશ્વર અને અલ્મોડાનો સમાવેશ થાય છે, પરંતુ ઉનાળામાં અહીં ખૂબ ભીડ હોય છે . જો તમે એવા કોઈ હિલ સ્ટેશન પર જવા માંગો છે જે સુંદરતાની દૃષ્ટિએ ઊતરતા ન હોય અને ભીડભાડ પણ ન હોય, તો તમે વિના સંકોચે કાનાતલ જઈ શકો છો. કાનાતલના ઉંચા પહાડો, લીલુંછમ જંગલ અને દેવદારના મોટા વૃક્ષો સુંદરતામાં ચાર ચાંદ લગાવે છે.
આ પણ વાંચોઃ કેદારનાથની આસપાસની આ સુંદર જગ્યાઓ જોયા વગર અધુરી રહેશે ટ્રિપ