ઋષિ સુનકના સસરા નારાયણમુર્તિએ ભારતને શરમજનક ગણાવ્યું


ભારતીય કફ સીરપથી ગામ્બિયામાં બાળકોના મૃત્યુના દાવા પર ઇંફોસિસના સંસ્થાપક અને યુકેના ભારતીય મુળના વડાપ્રધાન ઋુષિ સુનકના સસરા એન આર નારાયણમુર્તિએ એક મોટુ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે ભારતમાં બનેલી કફ સીરપથી 66 બાળકોના મોત થયા છે, જે ભારત માટે ખુબ જ શરમની વાત છે. નારાયણમુર્તિએ એમ પણ કહ્યુ કે આ ઘટનાથી ભારતીય ફાર્મા રેગ્યુલેટરી એજન્સીની છબી ખરાબ થઇ છે.
આ પણ વાંચો : શ્રદ્ધા હત્યાકાંડઃ મની ટ્રાન્સફર, ખોટી તારીખ અને ઈન્સ્ટાગ્રામ ચેટિંગ…
ભારત માટે શરમની વાત
ઇંફોસિસ પ્રાઇઝ 2022ના સમારોહમાં સંબોધન દરમિયાન નારાયણમુર્તિએ કફ સીરપથી બાળકોના મૃત્યુ પર ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે આ ઘટનાથી ભારતે દુનિયાની નજરમાં શરમાવું પડ્યુ છે કારણ કે છેલ્લા 20 વર્ષોમાં ભારતે વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રમા ઘણો વિકાસ કર્યો છે, પરંતુ હજુ પણ અમારી સામે ઘણા પડકારો છે.
શિક્ષણની ગુણવત્તા પર પણ સવાલ
નારાયણમુર્તિએ ભારતના ઉચ્ચ શિક્ષણ પર પણ સવાલ ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે ભારતની એકપણ શિક્ષણ સંસ્થા હજુ ગ્લોબલ રેન્કિંગ 2022માં સામેલ નથી. તેમણે કહ્યું કે આપણે વેક્સિન નિર્માણ માટે કોઇ અન્ય વિકસિત દેશની ટેકનોલોજી અને રિસર્ચ પર નિર્ભર રહેવુ પડે છે. આપણે હજુ પણ ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવી બિમારીની વેક્સિન શોધી શક્યા નથી. જેની સામે આપણે છેલ્લાં 70 વર્ષોથી ઝઝુમી રહ્યા છીએ.