ઈઝરાયેલ-ગાઝાના છાંટા લંડન સુધી ઉડ્યાઃ બ્રિટનના મંત્રીમંડળમાં મોટી ઊથલપાથલ
લંડન: બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનકે ગૃહમંત્રી સુએલા બ્રેવરમનને (Suella Braverman) બરતરફ કરી દીધા છે. સુએલા બ્રેવરમન ભારતીય મૂળનાં છે. તેમણે બ્રિટિશ પોલીસ પર પેલેસ્ટાઈન તરફી પ્રદર્શનકારીઓ પ્રત્યે નરમ વલણ રાખવાનો આક્ષેપ કર્યો હતો. તેમના સ્થાને હવે અત્યાર સુધી વિદેશ મંત્રાલય સંભાળતા જેમ્સ કલેવર્લીને ગૃહમંત્રી બનાવવામાં આવ્યા છે. પૂર્વ વડાપ્રધાન ડેવિડ કેમરનને વિદેશ મંત્રી બનાવવામાં આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કેબિનેટમાં વધુ ફેરફાર થઈ શકે છે. બીજી તરફ, સરકારનું કહેવું છે કે કેબિનેટમાં ફેરબદલના ભાગરૂપે બ્રેવરમેને સોમવારે તેમનું પદ છોડી દીધું હતું. ડેવિડ કેમરન (David Cameron) આ પહેલાં 2010થી 2016 દરમિયાન બ્રિટનના વડાપ્રધાન હતા. તેમણે બ્રેક્ઝિટ અટકાવવામાં નિષ્ફળતાની જવાબદારી સ્વીકારીને વડાપ્રધાનપદેથી એક્ઝિટ લઈ લીધી હતી. ત્યારપછી આજ સુધી બ્રિટિશ સરકાર સ્થિર થઈ શકી નથી.
UK leader Rishi Sunak fires interior minister who accused police of being too lenient with pro-Palestinian protesters, reports AP
— Press Trust of India (@PTI_News) November 13, 2023
એક રિપોર્ટ મુજબ સુનક (Rishi Sunak) પર સુએલા બ્રેવરમેનને મંત્રીપદ પરથી હાંકી કાઢવાનું દબાણ હતું. નોંધનીય છે કે બ્રેવરમેને મેટ્રોપોલિટન સિટી પોલીસ પર નિશાન સાધ્યું હતું, તેમણે આરોપ લગાવ્યો હતો કે તેણે ઈઝરાયેલ-હમાસ સંઘર્ષની શરૂઆત પછી લંડનમાં પ્રદર્શનો સાથે કડકાઈથી કામ ન કર્યું. બ્રેવરમેને કહ્યું કે લંડનનું પોલીસ દળ પેલેસ્ટાઇન તરફી ટોળા દ્વારા કાયદાના ભંગની અવગણના કરી રહ્યું છે. તેમણે ગાઝામાં યુદ્ધવિરામની હાકલ કરતા વિરોધીઓને નફરત ફેલાવતા ગણાવ્યા હતા. તેમના નિવેદન બાદ વિપક્ષી પાર્ટી તેમજ તેમની પોતાની પાર્ટીના કેટલાક લોકો તેમને હટાવવાની માગ કરી રહ્યા હતા.
David Cameron appointed the Secretary of State for Foreign, Commonwealth and Development Affairs in the Government of the UK.
(File photo) pic.twitter.com/tsw6HkDOhT
— ANI (@ANI) November 13, 2023
બ્રેવરમેને યુકે સ્થિત અખબાર ધ ટાઈમ્સમાં એક લેખ લખ્યો હતો, જ્યાં તેમણે લંડન મેટ્રોપોલિટન પોલીસ પર આરોપ મૂક્યો હતો કે તેઓ લંડનમાં પ્રદર્શન દરમિયાન પેલેસ્ટાઈન તરફી કાર્યકરો દ્વારા થતી અરાજકતાને અવગણી રહ્યા છે. જોકે, કાયદો અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી સુએલાના હાથમાં હતી. પરિસ્થિતિ કાબૂ બહાર જતી રહેતા તેણે સમગ્ર દોષ પોલીસ પર ઠાલવ્યો. આર્મ્ડ ફોર્સિસ મિનિસ્ટર જેમ્સ હેપ્પે આ અંગે નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું- ગૃહ સચિવ અખબારમાં લેખ લખી રહ્યા છે. તેઓ પોતાની જ પોલીસને નિશાન બનાવી રહ્યા છે. તેમના નિવેદનોને કારણે હિંસક અથડામણ થઈ રહી છે. આ કારણે બ્રિટનમાં સમુદાયમાં તણાવ વધી રહ્યો.
આ પણ વાંચો: યુકે: ઋષિ સુનકના ગેરકાયદેસર સ્થળાંતર બિલ સામે શરૂ થયો વિરોધ, યુએન એજન્સીએ જણાવ્યું – કાયદાનું ઉલ્લંઘન