પરિવાર સાથે તાજમહેલ જોવા પહોંચ્યા બ્રિટનના પૂર્વ વડાપ્રધાન ઋષિ સુનક, નજારો જોઈ ગદગદ થઈ ગયાં


આગરા, 16 ફેબ્રુઆરી 2025: બ્રિટનના પૂર્વ પ્રધાનમંત્રી ઋષિ સુનકે રવિવારે સૂર્યોદયના સમયે તાજમહેલ જોવા જવાનો પ્લાન હતો, પણ દીકરીઓના કહેવા પર આ ક્રમ તોડી શનિવાર સાંજે તેઓ પરિવાર સહિત તાજમહેલ જોવા માટે પહોંચ્યા હતાં.
વિજિટર બુકમાં શું લખ્યું
તાજ મહેલ જોયા બાદ એએસઆઈની વિજિટર બુકમાં લખ્યું કે, આ બહુ જ સુંદર છે. દુનિયાની અમુક એવી જગ્યા છે, જે આટલી સુંદર છે કે બાળકો પહેલી જ વારમાં જોવા માટે તૈયાર થઈ જાય. પરિવા સાથે સમય વિતાવવા માટે આ બેસ્ટ યાદગાર જગ્યા છે.તો વળી અક્ષતા મૂર્તિએ લખ્યું કે યુગો યુગો માટે યાદગાર.
પર્યટકોએ અહીં ઋષિ સુનકને જોઈ ખુશી વ્યક્ત કરી અને નારા લગાવ્યા હતા, તો વળી સુનકે હાથ જોડીને તેમનું અભિવાદન કર્યું હતું. ઋષિ સુનક પરિવાર સાથે લગભગ એક કલાક જેટલો સમય તાજમહેલ પરિસરમાં વિતાવ્યો હતો. રવિવારે ફતેહપુર સીકરી સહિત અન્ય સ્મારક જોવા જશે. સોમવારની સવારે નવ લાગ્યે તેઓ સ્પેશિયલ એરક્રાફ્ટ દ્વારા દિલ્હી જવા રવાના થઈ જશે.
ઋષિ સુનકની સુરક્ષાના કારણે પર્યટકોને રોકવામાં આવ્યા હતા. આ વાતને લઈને તેમણે દીકરીઓને કહ્યું કે, વધારે સમય ન લગાવો, આપણા કારણે પર્યટકોને તકલીફ થવી જોઈએ નહીં.
આ પણ વાંચો: મહાકુંભમાં મહાશિવરાત્રી પર થશે અંતિમ સ્નાન, જાણો તારીખ અને શુભ મુહૂર્ત