ટ્રેન્ડિંગમનોરંજન

બાળપણથી જ ‘કાંતારા’ માટે શરૂ થઈ ગઈ હતી રિષબ શેટ્ટીની તૈયારીઓ, સ્કૂલની તસવીર સામે આવી

Text To Speech
  • રિષબ શેટ્ટી કહે છે કે મારી સફર એક કલાકારના રૂપમાં છઠ્ઠા ક્લાસથી જ શરૂ થઈ ચૂકી હતી જ્યારે હું યક્ષગાન પર્ફોમ કરી રહ્યો હતો. ત્યારથી મારું સપનું હતું કે હું મારા ક્ષેત્રની લોક કહાનીઓ લોકોને બતાવું

5 એપ્રિલ, ચેન્નઈઃ રિષબ શેટ્ટી એક એવા વિઝનરી સ્ટોરી ટેલર, ડિરેક્ટર અને એક્ટર છે, જે ભારતીય સિનેમામાં ખૂબ જ લોકપ્રિય બન્યા છે. તેમના દ્વારા ભજવેલા અનેક પાત્રોને જોઈને દર્શકો આશ્ચર્યચક્તિ થઈ જાય છે. એ કહેવું જરાય ખોટું નથી કે તેમને કોઈ પણ પ્રકારના પરિચયની જરૂર નથી, કેમકે તેમની ખાસ શૈલીથી તેઓ હંમેશા લોકોને તેમની કળાના ચાહક બનાવે છે. મનોરંજન ઉદ્યોગમાં પોતાની એક અલગ ઓળખ ધરાવનાર રિષબ શેટ્ટીએ પોતાની કરિયરની શરૂઆત બહુ નાની ઉંમરમાં કરી દીધી હતી. તેઓ જ્યારે ક્લાસ 6માં હતા, ત્યારે તેમણે પોતાના ભવિષ્યની સફર શરૂ કરી દીધી હતી.

બાળપણથી જ કાંતારા માટે શરૂ થઈ ગઈ હતી રિષબ શેટ્ટીની તૈયારીઓ, સ્કૂલની તસવીર સામે આવી hum dekhenge news

રિષબ શેટ્ટી આ અંગે જણાવે છે કે મારી સફર એક કલાકારના રૂપમાં છઠ્ઠા ક્લાસથી જ શરૂ થઈ ચૂકી હતી જ્યારે હું યક્ષગાન પર્ફોમ કરી રહ્યો હતો. ત્યારથી મારું સપનું હતું કે હું મારા ક્ષેત્રની લોક કહાનીઓ લોકોને બતાવું. રિષબ શેટ્ટીએ દુનિયાભરમાં લોકપ્રિય ફિલ્મ ‘કાંતારાઃ ધ લેજન્ડ’માં લોક-સાહિત્ય વાળા ડાન્સનો બહોળા પ્રમાણમાં ઉપયોગ કર્યો. ‘કાંતારા’માં ડાન્સને વરાહરૂપમ ટ્રેકમાં સામેલ કરવામાં આવ્યો અને તેને એમેઝોન પ્રઈમ વીડિયો ઈવેન્ટમાં લાઈવ પર્ફોમન્સ કરીને બતાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે આ દરમિયાન કાંતારા ચેપ્ટર-1ની પ્રિક્વલની જાહેરાત પણ કરવામાં આવી હતી.

હોમ્બલે ફિલ્મ્સે ‘કાંતારાઃ ધ લેજન્ડ’ને પ્રોડ્યુસ કરી હતી, જે એક મોટી સફળતા બનીને સામે આવી. ફિલ્મને એટલી બધી પ્રશંસા મળી કે હવે પ્રોડક્શન હાઉસ આવનારી પ્રીક્વલ ‘કાંતારાઃ ચેપ્ટર-1’ને લઈને આવવા તૈયાર છે. તેમાં રિષબ શેટ્ટી એક વાર ફરી એક્ટર અને ડિરેક્ટર તરીકે જોવા મળશે. પ્રિક્વલનું શૂટિંગ શરૂ થઈ ચૂક્યું છે. દર્શકો ‘કાંતારાઃ ચેપ્ટર-1’ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

આ પણ વાંચોઃ રશ્મિકા મંદાનાના જન્મદિવસ પર ફેન્સને મળી સરપ્રાઈઝ, જુઓ પુષ્પા 2ની શ્રીવલ્લીની ઝલક

Back to top button