મનોરંજન

રિષભ શેટ્ટીની ‘કાંતારા’ એ ઈતિહાસ રચ્યો, ‘KGF’ને પાછળ છોડીને બીજી સૌથી મોટી કન્નડ ફિલ્મ બની

Text To Speech

રિષભ શેટ્ટીની ફિલ્મ ‘કાંતારા’ દરરોજ નવો ઈતિહાસ રચી રહી છે. આ ફિલ્મ કમાણીના મામલે નવા રેકોર્ડ બનાવી રહી છે. તાજેતરના વેપાર અહેવાલો અનુસાર, ‘કાંતારા’ ‘KGF 1’ને પાછળ છોડીને કન્નડમાં ‘KGF ચેપ્ટર 2’ પછી બીજી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે. દિવાળી વીકેન્ડને કારણે ફિલ્મનું કલેક્શન ઘણું વધી ગયું છે. ફિલ્મનું કુલ બોક્સ ઓફિસ કલેક્શન 170 કરોડ સુધી પહોંચી ગયું છે.

Kantara - Rushabh Shetty - Hum Dekhenge News

કાંતારા એ કેજીએફને પાછળ છોડી

Pinkvilla.comના સમાચાર મુજબ, ‘કાંતારા’ ચોથું અઠવાડિયું પૂરું કરતાં પહેલાં 200 કરોડ રૂપિયાનો આંકડો પાર કરશે. ‘કાંતારા’એ કર્ણાટકમાં અત્યાર સુધીમાં લગભગ 111 કરોડ રૂપિયાની કમાણી કરી છે, જેમાંથી ચોથા સપ્તાહમાં 14 કરોડ રૂપિયાની કમાણી કરી છે, જે ‘KGF’ના ચોથા સપ્તાહ કરતાં બમણી છે. યશની ફિલ્મ ‘KGF 2’ એ બોક્સ ઓફિસ પર જોરદાર કમાણીનો રેકોર્ડ બનાવ્યો હતો અને કન્નડમાં કમાણી મામલે આ ફિલ્મ આજે પણ નંબર 1 પર છે.

કાંતારાને હિન્દી ભાષામાં પણ દર્શકોનો પ્રેમ મળ્યો

કન્નડ ભાષામાં લોકપ્રિયતા અને સફળતાને જોતા ઋષભ શેટ્ટીની ફિલ્મ ‘કંતારા’ 14 ઓક્ટોબરે હિન્દી ભાષામાં પણ રિલીઝ થઈ હતી. તમિલ અને તેલુગુ વર્ઝન 15 ઓક્ટોબરે અને મલયાલમ વર્ઝન 20 ઓક્ટોબરના રોજ થિયેટરોમાં રિલીઝ કરવામાં આવ્યા હતા. હિન્દી ભાષામાં પણ ફિલ્મને જબરદસ્ત રિસ્પોન્સ મળી રહ્યો છે.

Kantara - Hum Dekhenge News

‘કાંતારા’ ફિલ્મની વાર્તાની વાત કરીએ તો તેમાં દંતકથાઓ અને અંધશ્રદ્ધાઓ દર્શાવવામાં આવી છે. ફિલ્મનું ચિત્રીકરણ કોઈને પણ રોમાંચિત કરવા માટે પૂરતું છે. તેની વાર્તા પવિત્ર રિવાજો અને પરંપરાઓ, છુપાયેલા ખજાના અને પેઢીના રહસ્યો પર આધારિત છે.

આ પણ વાંચો : દિવાળી પાર્ટીમાં હાથમાં હાથ નાખી જોવા મળ્યા મલાઈકા-અર્જુન, તેમના લૂકથી પ્રભાવિત થયા ચાહકો

Back to top button