છત્રપતિ શિવાજીના અવતારમાં ઋષભ શેટ્ટી કરશે ધમાલ, ફિલ્મનું પોસ્ટર રિલીઝ


- સંદીપ સિંહ દ્વારા દિગ્દર્શિત ‘ધ પ્રાઇડ ઓફ ભારત: છત્રપતિ શિવાજી મહારાજ’ ફિલ્મમાં ઋષભ શેટ્ટી છત્રપતિ શિવાજી મહારાજની મુખ્ય ભૂમિકામાં જોવા મળે છે
19 ફેબ્રુઆરી, ચેન્નઈઃ દક્ષિણ અભિનેતા ઋષભ શેટ્ટીની આગામી ફિલ્મ ‘ધ પ્રાઇડ ઓફ ભારત: છત્રપતિ શિવાજી મહારાજ’નું પોસ્ટર રિલીઝ થઈ ગયું છે. ફિલ્મ નિર્માતાઓએ તેને શિવાજી મહારાજની 395મી જન્મજયંતીના ખાસ પ્રસંગે રિલીઝ કર્યુ હતું. સંદીપ સિંહ દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મમાં ઋષભ શેટ્ટી છત્રપતિ શિવાજી મહારાજની મુખ્ય ભૂમિકામાં જોવા મળે છે. ફિલ્મ દિગ્દર્શક સંદીપ સિંહે પોતાના ઇન્સ્ટાગ્રામ પર ફિલ્મનું પોસ્ટર શેર કર્યું છે, જેમાં ઋષભ શેટ્ટી હાથમાં તલવાર લઈને દેવી માતાની વિશાળ પ્રતિમા સામે ઉભા છે.
ઋષભ શેટ્ટીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર ફિલ્મનું પોસ્ટર શેર કર્યું છે. અભિનેતાએ પોસ્ટને કેપ્શન આપતા કહ્યું કે આ ફક્ત એક ફિલ્મ નથી આ એક એવા યોદ્ધાના માનમાં બનાવેલ યુદ્ધની ગાથા છે, જેઓ બધી મુશ્કેલીઓ સામે લડ્યા, શક્તિશાળી મુઘલ સામ્રાજ્યની શક્તિને પડકાર ફેંક્યો અને એક એવો વારસો બનાવ્યો જે ક્યારેય ભૂલી ન શકાય.
તે જ સમયે વિકી કૌશલની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘છાવા’ દર્શકોને ખૂબ પસંદ આવી હતી. હવે આવી સ્થિતિમાં મરાઠા શાસકો પર બનેલી બીજી ફિલ્મની જાહેરાતથી ચાહકોમાં ભારે ઉત્સાહ ફેલાયો છે.
View this post on Instagram
ફિલ્મ ક્યારે રિલીઝ થશે?
પોસ્ટરની સાથે ફિલ્મ નિર્માતાઓએ રિલીઝ તારીખ પણ જાહેર કરી છે. આ ફિલ્મ 21 જાન્યુઆરી 2027ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે, જે હિન્દીની સાથે 6 અન્ય ભાષાઓમાં રિલીઝ થશે. આ ફિલ્મનું સંગીત પ્રીતમે આપ્યું છે અને ગીતો પ્રસૂન જોશીએ લખ્યા છે. મુકેશ છાબરા આ ફિલ્મના કાસ્ટિંગ ડિરેક્ટર છે. ઉપરાંત ફિલ્મની વાર્તા સિદ્ધાર્થ-ગરિમાએ લખી છે.
આ પણ વાંચોઃ સોહા અલી ફિલ્મોમાં આવે તેવું શર્મિલા ટાગોર ઈચ્છતી ન હતી, સૈફને કહ્યું હતું આ