ટ્રેન્ડિંગનેશનલમનોરંજન

ઋષભ શેટ્ટીએ બોલિવૂડ પર લગાવ્યો ગંભીર આરોપ, કંતારા સ્ટાર પોતે જ મુશ્કેલીમાં ફસાયા

  • ઋષભ શેટ્ટી આ દિવસો ઘણી ચર્ચામાં, અભિનેતાની બ્લોકબસ્ટર ફિલ્મ ‘કંતારા’ને નેશનલ એવોર્ડ મળ્યો

HD ન્યૂઝ ડેસ્ક, 21 ઓગસ્ટ: કંતારા સ્ટાર ઋષભ શેટ્ટી આ દિવસો ઘણી ચર્ચામાં છે. અભિનેતાની બ્લોકબસ્ટર ફિલ્મ ‘કંતારા’ને નેશનલ એવોર્ડ મળ્યો છે અને તેને નેશનલ એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યો છે. પરંતુ, આ દરમિયાન તેમણે બોલિવૂડ વિશે કંઈક એવું કહ્યું છે કે, જેના લીધે હવે તે ટ્રોલ થઈ રહ્યા છે.

ઋષભ શેટ્ટી ‘કંતારા’ રિલીઝ થયા બાદ સમગ્ર ભારતનો સ્ટાર બની ગયો છે. તેમની લોકપ્રિયતા માત્ર દક્ષિણમાં જ નહીં પરંતુ હિન્દીભાષી રાજ્યોમાં પણ ઝડપથી વધી છે. 2022માં રિલીઝ થયેલી આ ફિલ્મમાં અભિનયની સાથે ઋષભે તેનું દિગ્દર્શન પણ કર્યું છે, જેના કારણે તેને દેશભરમાં ઓળખ મળી. 16 ઓગસ્ટના રોજ, ઋષભ શેટ્ટીને એક્શન થ્રિલર ફિલ્મમાં તેના અભિનય માટે 70મો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.

 

ઋષભ શેટ્ટીએ બોલિવૂડ પર કર્યો કટાક્ષ 

બોલિવૂડ ફિલ્મો પર કટાક્ષ કરતા ઋષભ શેટ્ટીએ કહ્યું કે, ‘બોલિવૂડ ભારતને ખોટી રીતે બતાવે છે.’ આ ટિપ્પણી બાદ ઋષભ શેટ્ટી ટ્રોલના નિશાના પર આવી ગયા છે. આ દિવસોમાં ઋષભ પ્રમોદ શેટ્ટી અભિનીત તેની આગામી કન્નડ ફિલ્મ ‘લાફિંગ બુદ્ધા’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ દરમિયાન તેમણે બોલિવૂડ પર આ ટિપ્પણી કરીને વિવાદ સર્જ્યો છે.

બોલિવૂડ પર ઋષભ શેટ્ટીની ટિપ્પણી

મેટ્રો સાગા માટેના તેમના વાયરલ ઈન્ટરવ્યુમાં, ઋષભ શેટ્ટીએ આંતરરાષ્ટ્રીય ફિલ્મ ઈવેન્ટ્સમાં બોલિવૂડ દ્વારા ભારતના ચિત્રણ પર નિરાશા વ્યક્ત કરી હતી. કન્નડમાં બોલતા, અભિનેતા કહે છે, “ભારતીય ફિલ્મો, ખાસ કરીને બોલિવૂડ, ભારતને ખરાબ રીતે બતાવે છે. આ આર્ટ ફિલ્મોને ગ્લોબલ ઇવેન્ટ્સમાં આમંત્રિત કરવામાં આવે છે અને રેડ કાર્પેટ આપવામાં આવે છે. મારું રાષ્ટ્ર, મારું રાજ્ય, મારી ભાષા-મારું ગૌરવ. શા માટે તેને વૈશ્વિક સ્તરે હકારાત્મક રીતે ન લેવામાં આવે અને હું તે જ કરવાનો પ્રયાસ કરું છું.

યૂઝર્સને ઋષભ શેટ્ટીની કોમેન્ટ પસંદ આવી નહીં

ઋષભ શેટ્ટીની આ ટિપ્પણી પર નેટીઝન્સ તરફથી આકરી પ્રતિક્રિયા આવી રહી છે. કંતારાના કેટલાક સીન ટાંકીને લોકોએ તેમને ‘હિપોક્રેટ’ પણ કહી દીધો. કંતારાના એક દ્રશ્યમાં, તેમનું પાત્ર એક મહિલાની સંમતિ વિના તેની કમર ચપટી ભરે છે. આ સીનને ટાંકીને ઋષભ શેટ્ટી પર ડબલ હોવાનો આરોપ લાગવા લાગ્યો છે.

રિષભ શેટ્ટીના નિવેદન પર સોશિયલ મીડિયા યુઝર્સ ગુસ્સે

ઋષભ શેટ્ટીના નિવેદનનો જવાબ આપતા એક યુઝરે લખ્યું કે, “કેટલી ઈર્ષાળુ આત્મા. હાર્ડકોર બોલિવૂડ નફરત. તેણે બોલિવૂડના દર્શકોને તેની ઓવરરેટેડ ફિલ્મને સમર્થન આપવા વિનંતી કરી, જે સમસ્યારૂપ કંટેટથી ભરપૂર છે.” બીજાએ લખ્યું કે, “સફળતા એક ક્ષણ માટે છે, પરંતુ મહિલાઓની કમર પર ચપટી ભરવી અને બોલિવૂડ પર હુમલો કરવો એ કાયમી છે.” ઋષભ શેટ્ટીનો આ વીડિયો સામે આવ્યા બાદ યુઝર્સ એ સાબિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે કે બોલિવૂડ એકમાત્ર ભારતીય ફિલ્મ ઉદ્યોગ છે જે આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખાય છે અને તેણે અન્ય ભારતીય ફિલ્મોને વૈશ્વિક લોકપ્રિયતા પ્રાપ્ત કરવામાં મદદ કરી છે.

આ પણ જૂઓ:  શું Stree 2 પછી કાર્તિક આર્યનની ‘Bhool Bhulaiyaa 3’માં કેમિયો કરશે અક્ષય કુમાર?

Back to top button