ટ્રેન્ડિંગસ્પોર્ટસ

રિષભ પંતનો અકસ્માત થતા ક્રિકેટ જગતથી વહેતી થઈ પ્રાર્થનાઓ 

ભારતીય ટીમનો વિકેટ કીપર બેટ્સમેન ઋષભ પંત શુક્રવારે સવારે માર્ગ અકસ્માતનો શિકાર બન્યો છે. તેમની કાર તેજ ગતિએ ડિવાઈડર સાથે અથડાઈ અને લગભગ 200 મીટર સુધી રોડ પર સરકતી રહી. જેના કારણે કારમાં આગ લાગી હતી. જો કે કાચ તોડીને પંત બહાર આવ્યો હતો. રિષભને કપાળ અને પગના ભાગે ઈજાઓ થઈ હતી. માથામાં કેટલાક ટાંકા પણ છે. અત્યારે દેહરાદૂનની મેક્સ હોસ્પિટલમાં રિષભની સારવાર ચાલી રહી છે.

આ પણ વાંચો  :

ક્રિકેટ જગતથી વહેતી થઈ પ્રાર્થનાઓ 

પંત સાથેની ઘટનાના સમાચાર સાંભળ્યા બાદ ક્રિકેટ જગતમાં ખળભળાટ મચી ગયો હતો. થોડા કલાકો પહેલા મહાન ફુટબોલર પેલેના નિધનથી શોક વ્યક્ત કરી રહેલા ચાહકો આ સમાચાર સાંભળીને વધુ દુ:ખી થઈ ગયા છે. જોકે હાલ પંતની હાલત સ્થિર છે. ઘણા દિગ્ગજ ક્રિકેટરો અને ચાહકોએ પંતના ઝડપથી સ્વસ્થ થવાની શુભેચ્છા પાઠવી હતી.

BCCI સેક્રેટરી જય શાહે લખ્યું, “મારા વિચારો અને પ્રાર્થનાઓ ઋષભ પંતની સાથે છે. તે અકસ્માતમાંથી પુનરાગમન કરી રહ્યો છે. મેં તેના પરિવાર અને તેની સારવાર કરી રહેલા ડૉક્ટરો સાથે વાત કરી છે. તેની હાલત હાલ સ્થિર છે અને તેનું સ્કેન ચાલી રહ્યું છે. અમે તેના પર નજીકથી નજર રાખી રહ્યા છીએ. તેને તમામ જરૂરી મદદ પહોંચાડમાં આવશે.”

NCAના વડા અને ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર VVS લક્ષ્મણે ઋષભ પંતના ઝડપથી સાજા થવા માટે પ્રાર્થના કરી, લખ્યું, “ઋષભ પંત માટે પ્રાર્થના. સદનસીબે તે ખતરામાંથી બહાર છે. તેને ઝડપથી સાજા થાય તેવી શુભેચ્છા. ચેમ્પિયન જલ્દી સ્વસ્થ થાઓ.”

ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ ક્રિકેટર અને લેગ-સ્પિનર અનિલ કુંબલેએ લખ્યું, “તમને ઝડપથી સાજા થવાની શુભેચ્છા, રિષભ પંત, જલ્દી સ્વસ્થ થઈ જાઓ.”

IPL ટીમ લખનૌ સુપરજાયન્ટ્સે પણ પંતના ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી હતી. લખનૌ સુપરજાયન્ટ્સે ટ્વીટ કર્યું, “ઋષભ, અમારી પ્રાર્થના અને પ્રેમ તારી સાથે છે. તું ઝડપથી સ્વસ્થ થાય તેવી શુભેચ્છા.”

ભારતીય ટીમના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ પણ ઋષભ પંત સાથેનો ફોટો શેર કરીને તેના ઝડપી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી હતી. શમીએ લખ્યું, “મારા ભાઈ જલ્દી સાજા થાઓ, અલ્લાહ બધુ ઠીક કરી દેશે”

પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર મોહમ્મદ હાફીઝે પણ પંતના ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી છે.

તાજેતરમાં અફઘાનિસ્તાનના કેપ્ટન બનેલા રાશિદ ખાને ટ્વીટ કર્યું: “આશા છે ભાઈ તમે સ્વસ્થ હશો. તમને ઝડપથી સ્વસ્થ થાઓ. જલ્દી સ્વસ્થ થાઓ ચેમ્પિયન.”

ભારતીય ટીમના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ લખ્યું, “ઋષભ પંત માટે પ્રાર્થના કરું છું અને તેના ઝડપી સ્વસ્થ થવાની આશા રાખું છું. ભાઈ જલ્દી સ્વસ્થ થાઓ.”

ટીમ ઈન્ડિયાના સ્ટાર સ્પિનર ​​રવિચંદ્રન અશ્વિને લખ્યું, “રિષભ સ્વસ્થ થઈને જલ્દી પાછા આવો, દરેક તેની રિકવરી માટે  શુભેચ્છા પાઠવે.”

ગૌતમ ગંભીરે ટ્વીટ કર્યું, “ઋષભ પંતના ઝડપી અને સંપૂર્ણ સ્વસ્થ થવા માટે પ્રાર્થના. કાળજી રાખો.”

પૂર્વ ક્રિકેટર વિરેન્દ્ર સેહવાગે લખ્યું, “ઋષભ પંતના ઝડપી સ્વસ્થ થવાની શુભેચ્છા. જલ્દી સ્વસ્થ થાઓ.”

સચિન તેંડુલકરે પણ ટ્વીટ કર્યું હતું.  સચિન તેંડુલકરે લખ્યું, “રિષભ પંત જલ્દી સ્વસ્થ થાઓ, પ્રાર્થનાઓ તમારી સાથે છે.”

આ સિવાય ભારતીય ટીમના ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહે ટ્વીટ કરી લખ્યું હતુ કે, ‘મારી પ્રાર્થનાઓ અને સંવેદનાઓ તમારી તેમજ તમારા પરિવારની સાથે છે, તમે ખુબ ઝડપી સાજા થઈ જાવ.’

આ ઉપરાંત ભારતીય ટીમના ઓપનર કે એલ રાહુલે પણ ટ્વિટ કરી કહ્યું હતું કે,’મારો પ્રેમ અને શુભેચ્છાઓ મોકલી રહ્યો છું રિષભ પંત , ઝડપથી અને સફળ પુનઃપ્રાપ્તિ માટે પ્રાર્થના.’

ભારતીય ટીમના ઓલરાઉન્ડર કૃનાલ પંડ્યાએ ટ્વિટ કરી કહ્યું હતું કે,’ રિષભ પંત જલ્દી સાજા થાઓ, તમારા સાજા થવા માટે પ્રાર્થના.’

ભારતીય ટીમના પૂર્વ ઓલરાઉન્ડર સુરેશ રૈનાએ ટ્વિટ કરી કહ્યું હતું કે,’ રિષભ પંત તમે જલ્દી સ્વસ્થ થઈ જાઓ એવી શુભેચ્છા, અમારી પ્રાર્થના તમારી અને તમારા પરિવાર સાથે છે.’

Back to top button