ટોપ ન્યૂઝટ્રેન્ડિંગસ્પોર્ટસ

Black Friday: PMએ માતા ગુમાવ્યા તો માતાને સરપ્રાઈઝ આપવા જતા રિષભ પંતની કારને નડ્યો અકસ્માત, જુઓ વીડિયો

Text To Speech

ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી રિષભ પંતની કારને દિલ્હીથી ઘરે પરત ફરતી વખતે અકસ્માત નડ્યો હતો. અકસ્માત બાદ સમાચાર મળી રહ્યા છે કે આ સ્ટાર ક્રિકેટરની હાલત ગંભીર છે. મળતી માહિતી મુજબ હમ્મદપુર ઝાલ પાસે રૂરકીની નરસન બોર્ડર પર તેનો અકસ્માત થયો છે. રૂરકી પોલીસના જણાવ્યા અનુસાર રિષભ પંત તેની માતાને સરપ્રાઈઝ આપવા માંગતો હતો. આથી તે મોડી રાત્રે દિલ્હીથી રૂરકી તરફ પોતાની કારમાં એકલા નીકળ્યો હતો.

રિષભ પંત-hum dekhenge news
રિષભ પંત

માતાને સરપ્રાઈસ આપવા જતા પંતનો અકસ્માત

પંત દિલ્હીથી પોતાની માતાને સરપ્રાઈસ આપવા નિકળ્યો હતો. ત્યારે પંતને જોકુ આવી જતા અકસ્માત સર્જાયો હતો. કારમાં તેની સાથે અન્ય કોઈ હાજર નહોતું. ત્યાં કોઈ ડ્રાઈવર પણ ન હતો, રિષભ પંત પોતે રૂરકીમાં તેના પરિવારને મળવા જઈ રહ્યો હતો. પોલીસનાં જણાવ્યા અનુસાર, તેની હાલત ગંભીર છે. ત્યારે તેના અકસ્માતનો વીડિયો સામે આવ્યો છે.

આ પણ વાંચો: ક્રિકેટર રિષભ પંતની કારનો અકસ્માત, હોસ્પિટલમાં સારવાર હેઠળ

પંતની હાલત ગંભીર

હરિદ્વારના શાસક પોલીસ અધિક્ષક સ્વપન કિશોરે જણાવ્યું હતું કે રિષભ પંતની કાર હરિદ્વાર જિલ્લાના મેંગ્લોર અને નરસન વચ્ચે NH-58 પર ડિવાઈડર સાથે અથડાઈ હતી. ટક્કર બાદ તેમની કારમાં આગ લાગી ગઈ હતી. સ્થાનિક લોકોએ ક્રિકેટરને રૂડકી સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યો, જ્યાં પ્રાથમિક સારવાર બાદ તેને દેહરાદૂનની મેક્સ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો. પંતના પગમાં ફ્રેક્ચર થયું છે. તેમજ તેને માથા અને પીઠના ભાગે ઈજાઓ થઈ હતી. રિષભ પંતની મર્સિડીઝ કારમા તે મુસાફરી કરી રહ્યો હતો. રિષભની ​​કાર રેલિંગ સાથે અથડાઈ હતી, ત્યારબાદ કારમાં આગ લાગી ગઈ હતી.

પીએમ મોદીએ માતા ગુમાવ્યા

હીરાબા-hum dekhenge news
હીરાબા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હિરાબાનું અમદાવાદની યુ.એન.મહેતા હોસ્પિટલમાં આજે વહેલી સવારે 3.30 કલાકે અવસાન થયું છે. ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાને નાદુરસ્ત તબિયતને કારણે સવારે યુ.એન.મહેતા હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા. જ્યાં તેમની સારવાર કરવામાં આવી રહી હતી. જે બાદ આજે વહેલી સવારે તેમની માતાએ અંતિમ શ્વાસ લીધા હતા.

ફૂટબોલ પ્લેયર પેલેનું પણ આજે નિધન

પેલે-hum dekhenge news
પેલે

દિગ્ગજ ફૂટબોલ ખેલાડી પેલેનું 82 વર્ષની વયે નિધન થયું છે. તેઓ લાંબા સમયથી કેન્સરથી પીડિત હતા. તેમના મૃત્યુની પુષ્ટિ તેમની પુત્રીએ ઇન્સ્ટાગ્રામ પર કરી હતી. પેલેએ પોતાના દેશ બ્રાઝિલને ત્રણ વખત વર્લ્ડ ચેમ્પિયન બનાવ્યું હતું. ઇન્સ્ટાગ્રામ પર તેમના મૃત્યુ વિશે માહિતી આપતા, પેલેની પુત્રી કેલી નાસિમેન્ટોએ લખ્યું, ‘અમે જે પણ છીએ, તે તમારા કારણે છીએ. અમે તમને ખૂબ પ્રેમ કરીએ છીએ. શાંતિથી આરામ કરો.

Back to top button