ઋષભ પંતની મેદાનમાં વાપસી માટે મહેનત, સ્વિમિંગ પૂલનો વીડિયો કર્યો શેર
ઋષભ પંત ભારતીય ક્રિકેટ ટીમમાં કમબેક કરવા માટે સખત મહેનત કરી રહ્યો છે. ભારતીય ક્રિકેટ ટીમના વિકેટ કીપર બેટ્સમેન ઋષભ પંત થોડા મહિના પહેલા કાર અકસ્માતમાં ખરાબ રીતે ઘાયલ થયો હતો.
આ કાર અકસ્માતને કારણે ઋષભ પંતે ભારતીય ક્રિકેટ ટીમની ઘણી મેચો રમી શક્યો નથી. ઓસ્ટ્રેલિયા સામે તાજેતરમાં પૂર્ણ થયેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફી ટેસ્ટ શ્રેણીમાં ભારતીય ટીમને ઋષભ પંતની ખૂબ જ ખોટ હતી. ઋષભે ભારતીય ક્રિકેટ ટીમમાં પોતાનું આગવું સ્થાન બનાવ્યું છે.
પંતે એક વીડિયો શેર કર્યો
આ કારણે BCCIની મેડિકલ ટીમ ઋષભ પંતને જલદીથી સાજા કરવામાં લાગેલી છે અને પંત પણ આ માટે સખત મહેનત કરી રહ્યો છે. તેણે હાલમાં જ તેની એક નાનકડી વીડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર શેર કરી છે. તે વીડિયોમાં ઋષભ પંત સ્વિમિંગ પૂલમાં લાકડીની મદદથી ચાલતો જોવા મળે છે. આ વીડિયોને શેર કરતા પંતે કેપ્શનમાં લખ્યું કે, હું નાની-મોટી વસ્તુઓ અને તે વચ્ચેની દરેક વસ્તુ માટે આભારી છું.
Grateful for small thing, big things and everything in between. ????#RP17 pic.twitter.com/NE9Do72Thr
— Rishabh Pant (@RishabhPant17) March 15, 2023
વીડિયોમાં રિષભ પંતને જોઈને તેના ફેન્સ ખૂબ જ ખુશ છે. હવે ફેન્સને આશા છે કે પંત જલ્દી મેદાનમાં પરત ફરી શકશે. પંતનો અકસ્માત એટલો ખતરનાક હતો કે સમગ્ર દેશવાસીઓ તેના માટે ચિંતિત હતા. દરેક ક્રિકેટ ફેન્સ તેના સાજા થવા માટે પ્રાર્થના કરી રહ્યા છે. જોકે, પંતનો લેટેસ્ટ વીડિયો જોઈને લાગે છે કે હવે પંતની હાલત પહેલા કરતા ઘણી સારી થઈ ગઈ છે.