ટ્રેન્ડિંગસ્પોર્ટસ

રિષભ પંતને વધુ સારવાર માટે મુંબઈ ખસેડવામાં આવ્યો : BCCI એ લીધી તમામ જવાબદારી

Text To Speech

ક્રિકેટર રિષભ પંતનો કાર અકસ્માત થયા બાદ તેની સારવાર દેહરાદૂન ખાતે ચાલી રહી હતી, તેની તબિયતમાં દિવસે ને દિવસે સુધાર થતો જોવા મળ્યો છે, જો કે હવે રિષભ પંતને લઈને વધુ એક અપડેટ સામે આવી છે, કાર અકસ્માતમાં ઘાયલ થયેલા ઋષભ પંતની હાલતમાં સતત સુધારો થઈ રહ્યો છે. પરંતુ તેના શરીરના કેટલાક ભાગોમાં હજુ પણ દુખાવો અને સોજો છે. જેના માટે તેને પેઈન મેનેજમેન્ટ થેરાપી આપવામાં આવી રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ક્રિકેટર રિષભ પંતને વધુ સારવાર માટે મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે BCCIએ આ માટે સંમતિ આપી દીધી છે.

આ પણ વાંચો : શ્રીલંકા સિરીઝ પહેલા કેપ્ટન પંડ્યાની પ્રેસ કોન્ફરન્સ : કહ્યું – અમારું લક્ષ વર્લ્ડ કપ જીતવાનું

આ પણ વાંચો :

જાણો BCCI એ શું કહ્યું ? 

બીસીસીઆઈના સૂત્રોએ પીટીઆઈને જણાવ્યું કે, ઋષભ પંતને સારી સારવાર અને અસ્થિબંધનની સમસ્યાને કારણે દેહરાદૂનથી મુંબઈ શિફ્ટ કરવામાં આવી રહ્યો છે. પંત બીસીસીઆઈના ઓર્થોપેડિક ડૉક્ટર ડૉ. દિનશા પારડીવાલાની દેખરેખ હેઠળ રહેશે. આ ઉપરાંત પણ જો સર્જરી માટે જરૂર હશે તો તેને ઈંગ્લેન્ડ કે અમેરિકા પણ શિફ્ટ કરીશું.

ઉલ્લેખનીય છે કે, 30 ડિસેમ્બરને શુક્રવારે સવારે લગભગ 5 વાગ્યે દિલ્હી-હરિદ્વાર રોડ પર રિષભ પંતની કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી અને ક્રેશ થઈ ગઈ હતી. આ અકસ્માતમાં ઋષભ પંત ગંભીર રીતે ઘાયલ થયો હતો, જ્યારે તેની કાર આગમાં સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી.

Back to top button