ટ્રેન્ડિંગનેશનલસ્પોર્ટસ

બેટિંગ કરવા આવેલા ઋષભ પંતે સેટ કરી બાંગ્લાદેશની ફીલ્ડિંગ, ધોનીની અપાવી યાદ; જૂઓ વીડિયો

Text To Speech
  • બાંગ્લાદેશ સામે ચેન્નાઈમાં રમાઈ રહેલી ટેસ્ટ શ્રેણીના ત્રીજા દિવસે ઋષભ પંતે સદી ફટકારી

ચેન્નઈ, 21 સપ્ટેમ્બર: બાંગ્લાદેશ સામે ચેન્નાઈમાં રમાઈ રહેલી ટેસ્ટ શ્રેણીના ત્રીજા દિવસે ઋષભ પંતે સદી ફટકારી હતી. ત્રીજા દિવસની રમતનો એક ખાસ વીડિયો બહાર આવ્યો છે જેમાં ઋષભ પંત બેટિંગ છોડીને બાંગ્લાદેશના કેપ્ટન અને બોલરને ફિલ્ડિંગ સેટ કરવામાં મદદ કરતો જોવા મળી રહ્યો છે. આ વીડિયો જોઈને લોકો ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીને યાદ કરી રહ્યા છે. ભારતીય ટીમે બાંગ્લાદેશ સામેની આ ટેસ્ટમાં પોતાની પકડ પૂરી રીતે મજબૂત કરી લીધી છે. બીજી ઇનિંગ 4 વિકેટે 287 રન પર ડિકલેર કરીને મહેમાન ટીમે 515 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. જેના જવાબમાં ભારત તરફથી બીજા દાવમાં શુભમન ગિલ અને રિષભ પંતે સદી ફટકારી હતી.

જૂઓ વીડિયો

 

ટીમ ઈન્ડિયાનો વિકેટકીપર ઋષભ પંત એન્ટરટેઈનર

ટીમ ઈન્ડિયાના વિકેટકીપર ઋષભ પંતને એન્ટરટેઈનર માનવામાં આવે છે. તે મેદાન પર પોતાના ખેલાડીઓની સાથે-સાથે વિરોધી ટીમના ખેલાડીઓને પણ ચીડવામાં ક્યારેય કસર છોડતો નથી. પંતની આ જ સ્ટાઈલ ચેન્નઈ ટેસ્ટ મેચ દરમિયાન પણ જોવા મળી હતી. મેચના ત્રીજા દિવસે આ સ્ટાર ખેલાડીએ 109 રનની શાનદાર ઇનિંગ રમી હતી. આ દરમિયાન તે બાંગ્લાદેશના કેપ્ટન નઝમુલ હુસૈન શાંતોને ફિલ્ડિંગ કેવી રીતે કરવી તે શીખવતો જોવા મળ્યો હતો.

રિષભ પંતે બાંગ્લાદેશની ફિલ્ડિંગ સજાવી 

મેચ દરમિયાન ઋષભ પંત બાંગ્લાદેશને ફિલ્ડિંગ ગોઠવવામાં મદદ કરતો જોવા મળ્યો હતો. આ ખેલાડીએ વિરોધી બોલર અને કેપ્ટનને કહ્યું કે, એક ખેલાડીને તેણે જમણી બાજુએ પણ રાખવો પડશે. સ્ટમ્પ માઈક પર રિષભ પંતનો અવાજ સ્પષ્ટ સંભળાઇ છે. તેણે કહ્યું કે, “અરે ભાઈ આ બાજુ એક આવશે.” અદ્ભુત વાત તો એ છે કે, વિરોધી ટીમના કેપ્ટન નઝમુલ હુસૈન શાંતોએ પણ પંતના આ સૂચનને સ્વીકાર્યું અને તેના દ્વારા સૂચવેલા સ્થાન પર ખેલાડીને રાખ્યો.

આ પણ જૂઓ: ચેન્નઈ ટેસ્ટઃ પ્રારંભિક ધબડકા બાદ ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશને આપ્યો અશક્ય ટાર્ગેટ

Back to top button