ઋષભ પંતે ભયાનક કાર અકસ્માત બાદ પહેલીવાર ખુલીને સંભળાવી આપવીતી, કહ્યું…
- અકસ્માત બાદ ઋષભને એવું લાગ્યું કે જાણે મારો સમય પૂરો થઇ ગયો
મુંબઈ, 30 જાન્યુઆરી: ભારતના વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંતે ભયાનક કાર અકસ્માત પર પહેલીવાર ખુલીને વાત કરી છે. ડિસેમ્બર 2022 માં ભયાનક કાર અકસ્માત દરમિયાન, પંતને લાગ્યું હતું કે ‘તેનો સમય પૂરો થઇ ગયો છે’. અકસ્માતમાં પંતના જમણા ઘૂંટણનું લિગામેન્ટ ફાટી ગયું હતું અને તેના કપાળ પર બે જગ્યાએ ઈજાઓ થઈ હતી. 26 વર્ષનો આ વિકેટકીપર બેટ્સમેન ત્યારથી ક્રિકેટથી દૂર છે.
તેમના વતન રૂરકી નજીકના જીવલેણ અકસ્માત અંગે, પંતે કહ્યું કે 30 ડિસેમ્બર, 2022 ની સવારે ડિવાઈડર સાથે અથડાયા પછી તેમની મર્સિડીઝ કારમાં આગ લાગવાથી તેમણે મનમાં વિચારી લીધુ હતું કે હવે તેઓ બચી શકશે નહીં.
પંતે સ્ટાર સ્પોર્ટ્સને કહ્યું, ‘મારા જીવનમાં પહેલીવાર મને એવું લાગ્યું હતું કે આ દુનિયામાં મારો સમય પૂરો થઈ ગયો. અકસ્માત દરમિયાન મને થયેલી ઇજાઓ વિશે હું જાણતો હતો, પરંતુ હું નસીબદાર હતો કેમકે કોઈએ મને બચાવી લીધો હતો.’તેમણે કહ્યું, ‘મેં ડૉક્ટરને પૂછ્યું કે મને સાજા થવામાં કેટલો સમય લાગશે. ત્યારે તેમણે કહ્યું કે સાજા થવામાં 16 થી 18 મહિનાનો સમય લાગશે. હું જાણતો હતો કે આ સમય ઘટાડવા માટે મારે સખત મહેનત કરવી પડશે.’
Bouncing back with every rep. ⏳ #RP17 pic.twitter.com/1BkZAhNDHE
— Rishabh Pant (@RishabhPant17) December 5, 2023
અકસ્માતને કારણે પંતને મુંબઈમાં સર્જરી કરાવવી પડી હતી અને હવે સંભાવના છે કે તે IPLમાં વાપસી કરશે. ગયા વર્ષે દુબઈમાં આઈપીએલ 2024ની હરાજી દરમિયાન ફ્રેન્ચાઈઝી પ્રતિનિધિમંડળનો ભાગ બન્યા બાદ પંત આગામી આઈપીએલમાં દિલ્હી કેપિટલ્સનું નેતૃત્વ કરે તેવી સંભાવના છે.
આ પણ વાંચો: IND vs ENG: રવીન્દ્ર જાડેજા અને કેએલ રાહુલ બીજી ટેસ્ટમાંથી બહાર, આ ત્રણ ખેલાડીઓનું કિસ્મત ચમક્યું